સોશિયલ મીડિયા પર ન્યાયાધીશોને લઈને ટિપ્પણીઓ સ્વીકાર્ય નહીં : કાનૂન મંત્રી

સોશિયલ મીડિયા પર ન્યાયાધીશોને લઈને ટિપ્પણીઓ સ્વીકાર્ય નહીં : કાનૂન મંત્રી

કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર ન્યાયાધીશો લઈને કરવામાં આવી રહેલી વ્યક્તિગત ટિપ્પણીઓ પર ચિંતા વ્યક્ત કરી

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે (Law Minister Ravi Shankar Prasad)સોશિયલ મીડિયા (social media)પર ન્યાયાધીશોને (Judges)લઈને કરવામાં આવી રહેલી વ્યક્તિગત ટિપ્પણીઓ પર ચિંતા વ્યક્ત કરી છે. એક અંગ્રજી અખબારમાં લખેલા પોતાના લેખમાં રવિશંકર પ્રસાદે આરોપ લગાવવાના આ નકારાત્મક ટ્રેન્ડ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે લખ્યું કે ન્યાયાધીશોને લઈને કરેલી વ્યક્તિગત ટિપ્પણીઓ બર્દાસ્ત લાયક નથી.

    ન્યાયપાલિકાની આઝાદી પર સૌથી મોટો ધક્કો

    કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે મહાભિયોગ લાવવાના પ્રયત્નોની તરફ પણ ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે કોંગ્રેસના આ પ્રયત્નને ન્યાયપાલિકાની આઝાદી (independence of judiciary)પર સૌથી મોટો ધક્કો ગણાવ્યો છે.

    નકારાત્મક પ્રચાર કરવો કેટલો યોગ્ય?

    તેમણે લખ્યું કે જનહિત અરજી દાખલ કરવી અને પછી સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવવું. જો પક્ષમાં નિર્ણય ના આવે તો પછી નકારાત્મક પ્રચાર કરવો કેટલો યોગ્ય છે. તેમણે લખ્યું કે માઇ વે અને હાઇવેની રીત હાલના સમયે ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે સૌથી મોટી ચેલેન્જ છે.

    આ પણ વાંચો - રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ થવા પર ધોનીએ અભિનંદન પાઠવ્યા, પોતાના મનપસંદ ફાઇટર જેટનું નામ જણાવ્યું

    પીએમ મોદી સહિત સીનિયર બીજેપી નેતાઓએ ન્યાયપાલિકાની સ્વતંત્રતાની લડાઇ લડી

    રવિશંકર પ્રસાદે લખ્યું કે પીએમ મોદી સહિત સીનિયર બીજેપી નેતાઓએ ઇમરજન્સી દરમિયાન ન્યાયપાલિકાની સ્વતંત્રતાની લડાઇ માટે ઘણું સહન કર્યું છે. આ કારણે ન્યાયપાલિકાને લઈને સતત વધી રહેલા હુમલા ચિંતાજનક સ્થિતિઓ ઉભી કરી રહ્યા છે.

    વકીલ પ્રશાંત ભૂષણને અવમાનનાના મામલામાં કરવામાં આવ્યો હતો દંડ

    ઉલ્લેખનીય છે કે કાનૂન મંત્રીનો આ લેખ સીનિયર વકીલ પ્રશાંત ભૂષણને (Prashant Bhushan)અવમાનનાના મામલામાં એક રૂપિયાનો દંડ ફટકારવાની સજા સંભળાવ્યાના એક સપ્તાહની અંદર આવ્યો છે. કાનૂન મંત્રી ન્યાયપાલિકા પર થઈ રહેલા સતત હુમલાને ઘણા ચિંતાજનક ગણાવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: