OPINION - રાજકારણમાં ત્રીજી પેઢીના પ્રવેશનો અર્થ શું?
શરદ પવાર, ઉદ્ઘવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ
દેશમાં ગાંધી પરિવાર ઉપરાંત 12 એવા રાજકીય દળો છે, જેની ત્રીજી પેઢી રાજકારણમાં પ્રવેશી ચુકી છે અથવા તો પ્રવેશવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર તેનું તાજુ ઉદાહરણ છે.
વેંકટેશ કેસરી રાજકારણમાં વંશવાદ અને પરિવારવાદ નવી વાત નથી. કાયમ ગાંધી પરિવાર પર પરિવારવાદનો આક્ષેપ લાગે છે. જોકે, રાજકીય પરિવારો પર નજર નાંખો તો જાણવા મળે છે કે દેશમાં પરિવારવાદની કોઈ ખોટ નથી. દેશમાં ગાંધી પરિવાર ઉપરાંત 12 એવા રાજકીય પરિવારો છે, જેમની ત્રીજી પેઢી રાજકારણમાં પ્રવેશી ચુકી છે, અથવા તો પ્રવેશવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર તેનું તાજું ઉદાહરણ છે.
માવલ લોકસભા બેઠક પર પાર્થ પવારના રૂપમાં શરદ પવારની ત્રીજી પેઢી રાજકારણમાં પ્રવેશી છે. શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પોતાના ઉમેદવારોનું બીજુ લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં તેમના ભત્રીજા અજીત પવારના દીકરા પાર્થનું નામ પણ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રીજી પેઢીને રાજકારણમાં પ્રવેશ અપાવનાર શરદ પવાર જ નથી પરંતુ અન્ય નેતાઓ પણ છે. વિખે પરિવારની ત્રીજી પેઢી સુજય વિખે પાટિલ પણ હાલમાંજ રાજકારણમાં પ્રવેશ્યા છે, ત્યારે ફરી એક વાર રાજકારણમાં વંશવાદની વાતોને વેગ મળ્યો છે.
તથ્યોને ચકાસતા માલુમ પડે છે કે આ ચૂંટણીમાં પ્રત્યેક દળમાં કોઈને કોઈ પોતાના વંશવાદને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 'મુલ્યો અને સિદ્ઘાંતો બાદમાં પરિવારવાદ પ્રથમ' ક્યારેક મહાત્મા ફુલે, શાહુજી મહારાજ અને ભીમરાવ આંબેડકરની વાત કરીએ તો આદર્શ મનાતા રાજકારણનું આ સત્ય છે.
મહારાષ્ટ્રની જેમ તમામ રાજ્યોમાં રાજકીય દળોમાં વંશવાદ ચાલી રહ્યો છે. ફક્ત લેફ્ટ જ આ વાઇરસથી બચી શક્યું છે. વંશકાર્ડ લોકસભાની ચૂંટણીમાં જોરશોરથી ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ વંશકાર્ડ જોરશોરથી ચાલશે.
ભાજપે અનેક વાર વંશવાદ પર કોંગ્રેસને ઘેર્યુ છે. 'એક ચાવાળા'ને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે, જોકે વંશવાદના મામલે ભાજપ પણ પાછળ નથી. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ વંશવાદના કારણે રાજકારણમાં છે. તેમના પિતા ગંગાધર ફડણવીસ ભાજપના ધારાસભ્ય હતા. રાજકારણમાં પરિવારવાદ આગળ ધપાવવાનો શ્રેય ચોક્કસપણે ગાંધી પરિવારના ફાળે જાય છે.
કોંગ્રેસ ભલે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય પરંતુ 2014માં મોદી લહેરની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની પકડ બનાવી છે.
મહારાષ્ટ્રમાં અનેક નેતા વંશવાદનો ગ્રાફ ધીમે ધીમે વધારી રહ્યાં છે. અનેક નેતા પોતાના સગા વ્હાલાને રાજકારણમાં પ્રવેશ અપાવી રહ્યાં છે. જેથી રાજકારણમાં તેમનો 'વારસાગત વ્યવસાય' ચાલી શકે. આવું એટલા માટે કારણ કે રાજકારણમાં પરિવારવાદ ઓળખાણ બની ગઈ છે. રાજકીય દળો તેના મુજબ જ પોતાની વિચારધારા આગળ ધપાવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને નેતા વિરોધપક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલના દિકરા સજય વિખે પાટિલ મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. સુજયે જણાવ્યું હતું કે 'મેં પિતાની મરજી વિરુદ્ધ નિર્ણય લીધો છે. મને ખબર નથી કે મારા પિતા આ નિર્ણયને કેટલો યોગ્ય ઠેરવશે. હું ભાજપમાં કામ કરી મારા માતાપિતાનું ગૌરવ વધારીશ. મુખ્ય મંત્રી અને ભાજપના ધારાસસભ્યોનું વલણ ખૂબ જ મદદગાર છે. તેમણે નિર્ણય લેવામાં મારી મદદ કરી હતી.”
જોકે, ભાજપે તો અગાઉથી જ સ્પષ્ટતા કરી છે કે વર્તમાન સાંસદોના પૂત્રો- પરિવારોને ટિકિટ નહીં અપાય. જેમાં ફડણવીસનું નામ પણ સામેલ છે. ફડણવીસ ઉપરાંતમુડા, મહાજન, ખડસે, ગાવિત વગેરે જેવા અનેક રાજકીય પરિવારો છે, જેમના સદસ્યો સાંસદ છે. પંકજા દિવંગત ઉપમુખ્ય મંત્રી ગોપીનાથ મુંડેના દિકરી છે.
ભાજપ કરતાં કોંગ્રેસ અને એનસીપી તાલુકાથીલઈને સ્ટેટ લેવલ સુધી વંશવાદને આગળ ધપાવવાનું કામ કરી રહી છે. કોગ્રેસના ત્રેણ પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ,અને દિવંગત સુધાકર રાવ નાઇક વંશવાદના કારણે રાજકારણમાં છે.
ચ્વહાણ ઉપરાંત પાટિલ, પવાર, દેશમુખ, શિંદે, રાણે, થોરાટ, કોડમા, મુંડે, ક્ષીરસાગર, મેઘર, અને ગાવિસ રાજ્યના રાજકારણને નિયંત્રિત કરે છ. પ્રકાશ આંબેડકરની દલિતોમાં પહોંચ એટલા માટે છે કારણ કે તે ભીમરાવ આંબેડકરના પૌત્ર છે. આદિત્યની શિવસેનામાં એટલવા માટે ધાક છે, કારણ કે તે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિકરા અને બાળા સાહેબના પૌત્ર છે.
રાજકારણમાં વધતા જતા પરિવારવાદ વિશે જાણીતા અમેરિકન વેપારીએ કહ્યું હતું, ' જ્યારે તમે જીતી રહ્યા હોવ ત્યારે તમે વંશવાદ સર્જવાનો પ્રયાસ કરો છો.' વર્તમાન રાજકારણમાં આ વાત સાચી છે.
(લેખક વરિષ્ઠ પત્રકાર છે. આ તેમના વ્યક્તિગત વિચારો છે. )
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર