IED ભરેલી કાર અને આતંકી ડ્રાઇવર, સુરક્ષા દળોએ પુલવામા જેવો હુમલો કેવી રીતે કર્યો નિષ્ફળ?

News18 Gujarati
Updated: May 28, 2020, 1:59 PM IST
IED ભરેલી કાર અને આતંકી ડ્રાઇવર, સુરક્ષા દળોએ પુલવામા જેવો હુમલો કેવી રીતે કર્યો નિષ્ફળ?
જો આતંકીઓના આ કાવતરું રોકવામાં ન આવ્યું હોત તો પુલવામા જેવો વધુ એક હુમલો થઈ શકતો હતો

જો આતંકીઓના આ કાવતરું રોકવામાં ન આવ્યું હોત તો પુલવામા જેવો વધુ એક હુમલો થઈ શકતો હતો

  • Share this:
શ્રીનગરઃ સુરક્ષા દળોની સમયસૂચકતાના કારણે પુલવામા (Pulwama) જેવો વધુ એક હુમલો આજે નિષ્ફળ કરી દેવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ એક કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોની ભાળ મેળવીને આઈઈડી વિસ્ફોટને નિષ્ફળ બનાવી દીધો. જો આતંકવાદીઓનું આ કાવતરું રોકવામાં ન આવ્યું હોત તો પુલવામા જેવો વધુ એક હુમલો થઈ શકતો હતો.

આવી રીતે મળી સફળતા

પુલવામા પોલીસને ગત એક સપ્તાહથી માહિતી મળી રહી હતી કે જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથે મળીને એક ફિદાયની હુમલા કરવાની તૈયારીમાં હતા. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમાર મુજબ, આર્મી, પોલીસ અને અર્ધસૈનિક દળોએ ત્યારબાદ જોઇન્ટ ઓપરેશન હાથ ધર્યું. કારમાં લગભગ 40થી 45 કિલો વિસ્ફોટક હતો. તેનો અંદાજો લગાવી શકાય છે કે આઈઈડીને ડિફ્યૂઝ કરતી સમયે આગના ગોળા ઘણા ઉપર સુધી જોવા મળ્યા.


આ પણ વાંચો, પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

કાર પકડાઈ ગઈ

એક સફેદ રંગની સેન્ટ્રો કારમાં IED ફિટ કરવામાં આવી હતી. સુરક્ષાદળોએ તેને એક ચોકી પર રોકી. પરંતુ ચાલક ઝડપથી પસાર થઈ ગયો. ત્યારબાદ સુરક્ષા દળોએ કાર પર કેટલીક ગોળીઓ છોડી, ત્યારબાદ થોડા અંતરે કાર ખાલી ઊભેલી મળી. સૂત્રોએ જણાવ્યું કે તપાસ દરમિયાન કારમાં આઈઈડી મળ્યો, ત્યારબાદ તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો. આ કારમાં ટૂ-વ્હીલરની નંબર પ્લેટ લગાડવામાં આવી હતી, જે કઠુઆથી ટ્રેસ કરવામાં આવી છે.

આ પણ વાંચો, રામ મંદિર નિર્માણ પર પાકિસ્તાનના નિવેદનનો જવાબ આપતા ભારતે કહ્યું, નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય પૂરો નહીં થવા દઈએ

ગયા વર્ષે થયો હતો હુમલો

નોંધનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલો પણ લગભગ આવા જ પ્રકારનો હતો. વિસ્ફોટકથી ભરેલી કારને CRPFના કાફલામાં ઘૂસાડી દેવામાં આવી હતી. આ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાઓને નષ્ઠ કરી દીધા હતા.

આ પણ વાંચો, આસામઃ પૂરના કારણે 11 જિલ્લાની હાલત ગંભીર, એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ


Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
First published: May 28, 2020, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading