Home /News /national-international /

BJPના રામના જવાબમાં દુર્ગાની શરણમાં મમતા

BJPના રામના જવાબમાં દુર્ગાની શરણમાં મમતા

મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

તૃણમૂલ કોંગ્રેસે શોધ્યો ભાજપના હિન્દુત્વનો વિકલ્પ, રામના જવાબમાં દુર્ગાની શરણમાં મમતા

  (શુભેષ શર્મા)

  લોકસભા ચૂંટણી પોતાના અંતિમ ચરણ તરફ પ્રવેશ કરી ચૂકી છે અને તેની સાથે રાજકીય પાર્ટીઓએ એક બીજા પર હુમલા વધુ ઉગ્ર કરી દીધા છે. ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધુ હલચલ જો ક્યાંય જોવા મળી રહી છે, તો તે છે બંગાળમાં. અહીં મમતા બેનર્જી અને પીએમ મોદીની વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં બીજેપી ફરી એકવાર હિન્દુત્વ અને ભગવાન રામનો મુદ્દો બનાવી રહી છે, તો બીજી તરફ મમતા બેનર્જી તેનો જવાબ આપવા માટે મા દુર્ગાની શરણમાં ચાલ્યા ગયા છે.

  બીજેપીના હિન્દુત્વને મમતાએ ચૂંટણીના છેલ્લા બે ચરણોમાં જોરદાર ટક્કર આપી છે. મમતા બંગાળના લોકોને રાજ્યની અનોખી સંસ્કૃતિ અને પરંપરાઓની યાદ અપાવી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક જાહેરસભામાં ટીએમસી સુપ્રીમોએ પોતાની સરકાર દ્વારા જનતા માટે કરવામાં આવેલા કામ યાદ અપાવ્યા અને નોટબંધી, ખેડૂત આત્મહત્યા તથા બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું.

  મમતાના ભાષણમાં હિન્દુત્વની ઝલક

  માત્ર એટલું જ નહીં હવે મમતાના ભાષણમાં હિન્દુત્વની પણ ઝલક જોવા મળી રહી છે. બંકુરાના બોરજોરામં એક ફુટબોલ ગ્રાઉન્ડમાં મમતાએ મોટી જાહેરસભા સંબોધિત કરી. બીજેપીના હિન્દુત્વને ટક્કર આપવા માટે મમતાએ કહ્યું કે ભગવાન રામ બીજેપીના ઇલેક્શન એજન્ટ છે. સીતા મૈયા ભગવાન રામને પૂછી રહી છે, હવે બીજેપી આપને કેમ બોલાવી રહ્યા છે. તેના જવાબમાં રામ કહી રહ્યા છે, કારણ કે હવે ચૂંટણી છે. પાંચ વર્ષમાં મોદી એક નાની રામ મૂર્તિ પણ નથી બનાવી શક્યા.

  આ પણ વાંચો, પીએમ મોદી પર ભડકી મમતા બેનરજી, આપી આવી ધમકી

  તેઓએ કહ્યું કે જ્યારે અમે ક્લબોને દુર્ગા પૂજા માટે 10 હજાર રૂપિયા આપીએ છીએ, તો બીજેપી તેની વિરુદ્ધ કોર્ટ જાય છે. દુર્ગા પૂજા આયોજિત કરવાને લઈ 40 ક્લબોને ઇનકમ ટેક્સ તરફથી નોટિસ જાહેર થાય છે. શું તમારામાં (પીએમ મોદી) કોઈ શરમ નથી. વડાપ્રધાન બંગાળ આવતાં પહેલા ક્યારેય હોમવર્ક કરીને નથી આવતા. તેઓ જૂઠા છે. અમે બંગાળમાં દુર્ગા પૂજા, કાલી પૂજા, રાસ મેલા, લક્ષ્મી પૂજા બધું ધૂમધામથી ઉજવીએ છીએ.

  શું સંદેશ આપવા માંગે છે મમતા?

  મમતા પોતાના ભાષણો દ્વારા એવો સંદેશ આપવા માંગે છે કે બંગાળમાં જે રીતે લોકો ધર્મને અપનાવે છે, તેમાં બીજેપીના હિન્દુત્વની ગુંજ ક્યાંય નથી. બંગાળ સીએમે કહ્યું કે અમે દુર્ગા પૂજા, છઠ પૂજા, હોળી, ક્રિસમસ એન ઈદ ઉજવીએ છીએ. આ અમારી સંસ્કૃતિ છે. અમે રામકૃષ્ણની ધરતીના છીએ. એવા સમયમાં જ્યારે બીજેપી સમગ્ર દેશમાં ફાટફૂટની રાજનીતિ રમી રહી છે, માત્ર બંગાળ જ એવું રાજ્ય છે, જે આ સંસ્કૃતિને બચાવી શકે છે.

  સેક્યુલર ઇમેજ નથી ગુમાવવા માંગતી મમતા

  હિન્દુત્વની સાથોસાથ મમતા પોતાની સેક્યૂલરની ઇમેજ પણ ગુમાવવા નથી માંગતી. ગત સપ્તાહે પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં કથિત રીતે મમતાના કાફલાની પાસે જયશ્રી રામના નારા લગાવવાને લઈ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજેપીએ આ મામલો ખૂબ ઉઠાવ્યો અને મમતા પર મુસ્લિમ વોટર્સના તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો. પરંતુ બંકુરામાં મંગળવારે આપેલા પોતાના ભાષણમાં મમતાએ રમઝાન મહિનામાં કુરાનની કેટલીક લાઇન વાંચી અને મુસ્લિમ મહિલાઓને અલ્લાહને દુઆ કરવા માટે કહ્યું. તેના દ્વારા મમતાએ ક્યાંકને ક્યાંક એવું પણ દર્શાવી દીધું કે તેઓ આજે પણ સેક્યૂલર છે.

  આ પણ વાંચો, સુષ્માએ સંભાળ્યો મોરચો, પ્રિયંકા ગાંધી બાદ મમતા બેનર્જીને આપ્યો જવાબ

  મમતાએ કહ્યું કે બીજેપી હિન્દુને મુસ્લિમથી અને હિન્દુને હિન્દુ સાથે લડાવવાનું કામ કરે છે. બંગાળમાં તેઓ બહારના લોકોને લાવી રહ્યા છે અને તોફાનો કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના ભાષણના અંતમાં મમતાએ જનતાને કહ્યું કે આપણી પાસે દરેક ઘરમાં મા દર્ગા, મા લક્ષ્મી અને મા કાળી છે. જાગો દુર્ગા, જાગો દુર્ગા. હું ઈચ્છું છું કે મારી હિન્દુ માતાઓ અને બહેનો ઉલુ ધ્વની કરે. મારી મુસ્લિમ માતાઓ અને બહેનો અલ્લાહને દુઆ કરે અને મારા યુવા જોરપૂર્વક તાળી વગાડો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Durga, Hindutva, Lok sabha election 2019, West bengal, નરેન્દ્ર મોદી, મમતા બેનરજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन