હરિયાણામાં આ રીતે બની શકે છે BJPની સરકાર, આ છે નંબર ગેમ

News18 Gujarati
Updated: October 25, 2019, 10:25 AM IST
હરિયાણામાં આ રીતે બની શકે છે BJPની સરકાર, આ છે નંબર ગેમ
અમિત શાહ અને મનોહરલાલ ખટ્ટર (ફાઇલ તસવીર)

હરિયાણામાં સરકાર રચવા માટે જાદુઈ આંકડો 46નો છે, બીજેપીને સરકાર રચવા માટે વધુ 6 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે

  • Share this:
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Assembly Election 2019)ના પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું એવામાં અહીં જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે એટલે કે શુક્રવારે મનોહરલાલ ખટ્ટર (Manohar Lal Khattar) સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે બીજેપી કેવી રીતે પોતાનું બહુમત સાબિત કરશે. તેઓ ક્યાંથી જરૂરી 6 ધારાસભ્યો લાવશે? બીજેપીનો સરકાર રચવાનો ફૉર્મ્યૂલા શું છે? એક નજર નાખીએ આંકડાઓના ખેલ પર અને એ સમજવાનો પ્રયાસ કરીએ કે બીજેપી કેવી રીતે હરિયાણામાં સરકાર બનાવી શકે છે.

વિધાનસભાની હાલની તસવીર

90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં બીજેપીને 40 સીટો પર જીત મળી છે. કૉંગ્રેસના ખાતમાં 31 સીટો આવી છે. આ ઉપરાંત, દસ મહિના પહેલા ગઠિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને 10 સીટો પર જીત મળી છે. જ્યારે સાત સીટો અપક્ષના ખાતામાં આવી છે. ઇન્ડિયન નેશનલ લોક દળ (આઈએનએલડી) અને હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી)ને એક-એક સીટ મળી છે.

શું છે જાદુઈ આંકડો?

હરિયાણામાં સરકાર રચવા માટે જાદુઈ આંકડો 46નો છે. એટલે કે બીજેપીને સરકાર રચવા માટે વધુ 6 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જ્યારે કૉંગ્રેસ અહીં સરકાર રચવાની રેસમાં 15 સીટો પાછળ છે.

અપક્ષ ધારાસભ્યોનું સમર્થનહરિયાણામાં સાત સીટો પર અપક્ષોને જીત મળી છે. એટલે કે જો અપક્ષ ધારાસભ્યો બીજેપીને સમર્થન કરે છે તો પછી મનોહરલાલ ખટ્ટરનું મુખ્યમંત્રી બનવું નક્કી છે. સિરસાથી જીતનારા હરિયાણા જનહિત પાર્ટીના નેતા ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાએ દાવો કર્યો છે કે તેમના ભાઈની સાથે 6 અપક્ષ ધારાસભ્ય છે જે બીજેપીને પોતાનું સમર્થન આપશે. તેઓએ જણાવ્યું કે ગોપાલ કાંડા 6 અપક્ષ ધારાસભ્યોની સાથે ગુરુવાર રાત્રે દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રો મુજબ, ગોપાલ કાંડાએ મોડી રાત્રે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી છે.

જનનાયક જનતા પાર્ટી પાસેથી આશા

જનનાયક જનતા પાર્ટી આ વખેત કિંગમેકરની ભૂમિકામાં છે. જેજેપીને પરિણામોમાં 10 સીટો મળી છે. જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા સરકાર રચવા માટે કોનું સમર્થન કરશે તે વિશે હાલ કહેવું મુશ્કેલ છે. તેઓએ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. એ પૂછવામાં આવતા કે તેમની પાર્ટી બીજેપીને સમર્થન કરશે કે કૉંગ્રેસને, તો ચૌટાલાએ કહ્યુ, 'હાલ કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. પહેલા અમે અમારા ધારાસભ્યો સાથે બેઠક કરીશું, અને નિર્ણય લઈશું કે ગૃહમાં અમારા નેતા કોણ હશે બાદમાં તેની પર આગળ વિચારીશું.' આ રીતે જોઈએ તો બીજેપીને અહીંથી પણ સમર્થન મળી શકે છે.

આ પણ વાંચો,

હરિયાણા : હાઇકમાન્ડને મળવા દિલ્હી રવાના થયા ખટ્ટર, સરકાર રચવાની ફૉર્મ્યૂલા રજૂ કરશે
હરિયાણા : BJPને સત્તાની ચાવી આપવા માટે દિલ્હી રવાના થયા ગોપાલ કાંડા
First published: October 25, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading