તાલિબાનની આંખોમાં ધૂળ નાખવા માટે અફઘાન છોકરીઓ શીખે છે code ‘underground’
યુનેસ્કોની રિપોર્ટ મુજબ, 2001માં અફઘાનિસ્તાનની પ્રાથમિક શાળાઓમાં કોઈ વિદ્યાર્થીની ન હતી, જ્યારે 2018માં તેમની સંખ્યા 25 લાખ થઈ ગઈ છે. (ફાઈલ ફોટો)
Women Education in Taliban Regime: સપ્ટેમ્બરમાં તાલિબાન સરકારે જણાવ્યું હતું કે મોટા છોકરાઓ તમામ પ્રાથમિક વયના બાળકો સાથે શાળા ફરી શરૂ કરી શકે છે, પરંતુ 12 થી 18 વર્ષની છોકરીઓને ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું જ્યાં સુધી તેઓને શાળાએ પાછી જવા દેવામાં ન આવે.
નવી દિલ્હી/લંડન/ઇસ્લામાબાદ. અફઘાનિસ્તાન (Afghanistan)ના હેરતમાં ઘરમાં કેદ જૈનબ મુહમ્મદી કોડિંગ ક્લાસ બાદ કેફેટેરિયામાં પોતાના મિત્રો સાથે ફરવાના જૂના દિવસો યાદ કરે છે. હવે તે દરરોજ ગુપ્ત રીતે ઓનલાઈન ક્લાસ (Online Class) માટે લોગ ઓન કરે છે. ઓગસ્ટમાં તાલિબાન દ્વારા દેશ પર નિયંત્રણ લગાવ્યા બાદ તેમનું સ્કૂલ જવાનું બંધ થઈ ગયું. પરંતુ આ ઘટનાથી મુહમ્મદીની શીખવાની ઈચ્છા પર કોઈ નિયંત્રણ ન લાગ્યું. પોતાની ઓળખ છૂપાવવા માટે ઉપનામનો ઉપયોગ કરવાની વિનંતી કરતા મુહમ્મદીએ કહ્યું, ‘મારા જેવી છોકરીઓ માટે અહીં જોખમો ભર્યા છે. જો તાલિબાન (Taliban)ને ખબર પડી જાય... તો તેઓ મને આકરી સજા આપી શકે છે. તેઓ મને મોતને ઘાટ પણ ઉતારી શકે છે.’ 25 વર્ષીય વિદ્યાર્થીનીએ એક વિડીયો કોલ પર થોમસન રોયટર્સ ફાઉંડેશનને જણાવ્યું, ‘પરંતુ મેં પોતાની આશા અને ઇચ્છાઓને ખોઈ નથી દીધી. હું શિક્ષણ ચાલુ રાખવા માટે દ્રઢ નિશ્ચયી છું.’
મુહમ્મદી એ છોકરીઓ અને મહિલાઓમાંથી એક છે, જે તાલિબાન દ્વારા પોતાની સ્કૂલ બંધ થયા બાદ પણ કેટલીલાક ઓનલાઈન અને અન્ય સિક્રેટ ટેમ્પરરી ક્લાસરૂમમાં શીખી રહી છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના 1996-2001ના શાસન દરમ્યાન છોકરીઓ અને મહિલાઓને શિક્ષણના અધિકારથી વંચિત કરી નાખવામાં આવી હતી અને તેમના કામ કરવા ઉપરાંત સાર્વજનિક જીવન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાનની પહેલી મહિલા કોડિંગ એકેડમી કોડ ટુ ઇન્સ્પાયર (CTI)ની સીઈઓ અને ફાઉન્ડર ફરેશતેહ ફોરોએ એનક્રિપ્ટેડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવ્યો, કોર્સ ઓનલાઈન અપલોડ કર્યો અને મુહમ્મદી સહિત પોતાના લગભગ 100 વિદ્યાર્થીઓને લેપટોપ અને ઈન્ટરનેટ પેકેજ પૂરા પાડ્યા. તેમણે કહ્યું, ‘તમને ઘરે બંધ કરવામાં આવી શકે છે. પરંતુ કોઇપણ ખચકાટ વિના, ભૌગોલિક મર્યાદાઓની ચિંતા કર્યા વિના આભાસી દુનિયા (વર્ચ્યુઅલ વર્લ્ડ)માં જીવો. આ ટેકનોલોજીની સુંદરતા છે.’
તાલિબાને આપ્યું છે છોકરીઓને શાળાએ જવા દેવાનું વચન
સપ્ટેમ્બરમાં તાલિબાન સરકારે જણાવ્યું હતું કે મોટા છોકરાઓ તમામ પ્રાથમિક વયના બાળકો સાથે શાળા ફરી શરૂ કરી શકે છે, પરંતુ 12 થી 18 વર્ષની વયની છોકરીઓને ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું જ્યાં સુધી તેઓને શાળાએ પાછી જવા દેવામાં ન આવે. લગભગ 20 વર્ષ પહેલાં પોતાના આખરી શાસન દરમિયાન છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકનાર તાલિબાને તેમને શાળાએ જવા દેવાનું વચન આપ્યું છે કારણ કે તે દુનિયાને બતાવવા માગે છે કે તેઓ બદલાઈ ગયા છે.
છોકરીઓના શિક્ષણ માટે 'એક રૂપરેખા' પર કામ કરી રહ્યા છે તાલિબાન
આ મહિનાની શરૂઆતમાં તાલિબાન સાથે મુલાકાત કરનાર યુએનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર એક રૂપરેખા પર કામ કરી રહી છે, જે વર્ષના અંત સુધીમાં પ્રકાશિત કરવામાં આવશે. કાબુલની મુલાકાતે આવેલા યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉમર અબ્દીએ ગઈ 15 ઓક્ટોબરે યુએન હેડક્વાર્ટર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી પાંચ પ્રાંતો- ઉત્તર પશ્ચિમમાં બલ્ખ, જૌજજાન અને સમંગાન, ઉત્તર પૂર્વમાં કુન્દુઝ અને દક્ષિણ પશ્ચિમમાં ઉરોજગાનમાં કન્યાઓને પહેલાથી જ માધ્યમિક શાળાઓમાં જવાની મંજૂરી છે.
તેમણે જણાવ્યું કે તાલિબાનના શિક્ષણ મંત્રીએ તેમને કહ્યું હતું કે તેઓ તમામ છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળનું તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખવાની મંજૂરી આપવા માટે ‘એક રૂપરેખા’ પર કામ કરી રહ્યા છે, જેને ‘એકથી બે મહિનાની અંદર’ બહાર પાડવામાં આવશે.
‘અફઘાન છોકરીઓના શિક્ષણમાં મોટો વધારો, તેને બચાવવાની જરૂર છે’ યુનેસ્કોએ સપ્ટેમ્બરમાં ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં શાસનની લગામ તાલિબાનના હાથમાં આવ્યા પછી, ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ માટે શિક્ષણની પહોંચને લઈને ખતરો છે. યુનેસ્કોના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે 2001માં તાલિબાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ છેલ્લા 20 વર્ષોમાં વિદ્યાર્થીઓનો શાળાએ જવાનો દર અનેકગણો વધી ગયો છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓનો સાક્ષરતા દર બમણો થયો છે. યુનેસ્કોની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2001માં પ્રાથમિક શાળામાં કોઈ વિદ્યાર્થીની ન હતી, જ્યારે 2018માં તેમની સંખ્યા 25 લાખ થઈ ગઈ.
અફઘાનિસ્તાનમાં પ્રાથમિક શાળાઓમાં છોકરીઓની સંખ્યા હવે 40 ટકા છે. યુનિવર્સિટી જનારાઓની સંખ્યા પણ હવે હજારોમાં છે. 2020માં લગભગ 6% મહિલાઓ કોલેજ શિક્ષણ મેળવી રહી હતી, જે 2011માં માત્ર 1.8% હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર