મેજર કુલદીપ સિંહના શૌર્ય, જે વાત PM Modiએ આજે જેસલમેર ખાતે કરી હતી તે કોણ હતા જાણો

પીએમ મોદી

PM નરેન્દ્ર મોદીએ જેસલમેરમાં ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સેનાને સંબોધતા પીએમ મોદી જે મેજર કુલદીપ સિંહ વાત કરી તેમણે પાકના કેવી પછડાટ આપી હતી તે જાણો

 • Share this:
  ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે આવેલી કોઇ અન્ય સીમા ચોકીનું નામ કદાચ દેશવાસીઓ નહીં જાણતા હોય પણ લોંગેવાલા પોસ્ટ (Longewala Post) નું નામ ખાસ છે. આ તે પોસ્ટ છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી ભારતીય સેના અને બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા ગયા છે. જો કે તમે સની દેઓલની ફિલ્મ 'બોર્ડર' જોઇ હશે તો તમે આ પોસ્ટનું નામ પહેલેથી જ સાંભળ્યું હશે. આ પોસ્ટ પર જ પાકિસ્તાન આર્મી (Pak Army) ને પોતાની ટેન્ક છોડીને ભાગવાની ફરજ ભારતીથી ભાગવાની ફરજ પડી હતી, આ પોસ્ટને અજેય માનવામાં આવતી છે.

  ડિસેમ્બર 1971 માં, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. જ્યારે લડાઈ પૂરી થવાની હતી ત્યારે દગો કરીને પાકિસ્તાને તેની ટેન્ક રેજિમેન્ટ ભારત તરફ આવેલી લોંગવાલા પોસ્ટ તરફ લંબાવી દીધી. આ પોસ્ટ પર ત્યારે, 120 સૈનિકોની ટુકડી સાથે મેજર ચાંદપુરી લોંગેવાલાની સુરક્ષા માટે પહોંચ્યા હતા. આ પોસ્ટ પર, ભારતીય સેનાના માત્ર 120 જવાનોએ પાકિસ્તાનની પેટર્ન ટેન્ક રેજિમેન્ટને પીછેહઠ કરવા મજબૂર કરી હતી. વિશેષ વાત એ છે કે બોર્ડર મૂવીના આ દ્રશ્યને આખા દેશ રૂપેરી પડદે અનુભવ્યો હતો. બાદમાં વર્ષ 2018 માં, મેજર પદ પરથી બ્રિગેડિયરમાં વધારો કરનાર મેજર કુલદીપસિંહ સિંહ ચાંદપુરીનું નિધન થયું હતું.

  પાકિસ્તાને લોંગવાલાના યુદ્ધમાં ખૂબ જ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની 34 ટેન્કનો નાશ કરાયો હતો. લગભગ 500 સૈનિકો ઘાયલ થયા છે. તે જ સમયે 200 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. યુદ્ધમાં સેનાની આટલી મોટી સંખ્યામાં ટેન્કનો નાશ થવો તે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર થયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાને ઘણું બધું ગુમાવ્યું હતું.

  વધુ વાંચો : દિવાળી પર લોંગેવાલાથી PM મોદીએ ચીન અને પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

  ભારતીય ભૂમિ પર પાકિસ્તાનની આ કારમી હાર થઇ હતી. એટલું જ નહીં ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર 8 કિલોમીટર ઘૂસીને પાકિસ્તાનીઓને ત્યાંથી હાંકી કાઢ્યા હતા. આ લડત 16 ડિસેમ્બર 1971 ના યુદ્ધ સાથે સંબંધિત હતી.

  નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. આજ અંતર્ગત આ વખતે દિવાળી પર (Diwali 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi In Jaisalmer) જેસલમેરમાં લોંગેવાલામાં સેનાના જવાનો સાથે દિવાળીના આ પાવન અવસરની ઉજવણી કરવા પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વહેલી સવારે જેસલમેર પહોંચ્યા હતા.અને આ પ્રસંગે તેમની સાથે ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published: