EXclusive : સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન

આ પ્લાનની શરૂઆત UPA પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીથી થાય છે. વર્ષ 2004માં જેવી રીતે તેમણે 145 બેઠકોમાં જ મનમોહન સિંહના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર બનાવી લીધી હતી.

News18 Gujarati
Updated: May 17, 2019, 8:59 PM IST
EXclusive : સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન
UPAના અધ્યક્ષ સોનિયા ગાંધી ક્ષેત્રીય દળોના પ્રમુખ સાથે સીધી વાત કરી રહ્યાં છે.
News18 Gujarati
Updated: May 17, 2019, 8:59 PM IST
રણજીત જ્હા

લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસે સરકાર રચવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. આ પ્લાનમાં અનેક કિરદાર છે. જેમાં રાજા, રાણી, મોહરા અને પ્યાદા છે. મિશન એક જ છે ભાજપને બહુમતી ન મળે તો કોઈ પણ પાર્ટી સાથે હાથ મેળવી અને કોંગ્રેસની સરકાર બનાવવી.

આ પ્લાનની શરૂઆત UPA પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીથી થાય છે. વર્ષ 2004માં જેવી રીતે તેમણે 145 બેઠકોમાં જ મનમોહન સિંહના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર બનાવી લીધી હતી. કોંગ્રેસનો આ ઇતિહાસ છે કે 100 બેઠકો પાર કરતા જ સરકાર ઘડવાની રણનીતિ નક્કી કરવામાં તેમના મુકાબલો થઈ શકતો નથી. આ વખતે પણ આ કામ સોનિયા ગાંધીએ પોતાના હાથમાં લીધું છે. આ સાથે જ સોનિયા ગાંધીની એક ટીમ સક્રિય થઈ ગઈ છે. તેમને ખબર છે કે કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓ એવી છે જે રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ સાધવામાં અસહજ થશે. આ માટે રણનીતિકાર તરીકે સોનિયા ગાંધીને લાવવામાં આવ્યા છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થતા પહેલાં કોંગ્રેસ આયોજન તૈયાર કરી રહી છે.

આ પણ વાંચો :  લાંબા સમય બાદ પાંચ વર્ષ પછી પૂર્ણ બહુમતીની સરકાર ફરી ચૂંટાઈ આવશે : પીએમ મોદી

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ સહયોગીઓ સાથે મળી એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ ડ્રાફ્ટ રાષ્ટ્રપતિને આપવામાં આવશે અને એવો પ્રયાસ કરાશે કે NDAનો એક મોટો સમૂહ નરેન્દ્ર મોદી વિરોધી છે. કોંગ્રેસને એવું લાગે છે કે ભાજપને વર્ષ 2014ની સરખામણીએ આ વખતે 100 સીટનું નુકશાન થશે જેનો સીધો ફાયદો ક્ષેત્રીય દળોને થશે.

સહયોગી
કોંગ્રેસે આ રણનીતિ મુજબ અલગ અલગ રાજ્યોમાં સહયોગી પાર્ટીઓ સાથે અને તેમના પ્રમુખો સાથે સોનિયા ગાંધીની સીધી વાત કરાવી છે. એવી મિત્ર પાર્ટીઓ જે UPA કે NDAનો ભાગ નથી છતાં મોદી વિરોધમાં તેમને એક છત નીચે લાવી શકાય તેવા દળો સાથે સંપર્ક સાધવાના પ્રયાસમાં કોંગ્રેસ છે. સોનિયા ગાંધીએ અખિલેશ અને માયાવતી સાથે પણ ચર્ચા કરી છે.

ગુલામનબી, ગેહલોત

કોંગ્રેસે જેવી રીતે કર્ણાટકમાં સરકાર બનાવી તેની પાછળ બે મોટા નેતાનો અનુભવ હતોએ વખતે ગેહલોત અને ગુલામનબી આઝાદે રણનીતિ તૈયાર કરી હતી. આ વખતે આ નેતાઓને સાઉથમાં YSR અને TRS સાથે સંક્લનની જવાબદારી સોંપવામાં આવી છે.

કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાને ઓડિસાના મુખ્ય મંત્રી નવીયન પટનાયક સાથે તાલ મેલ જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે કમલનાથે થોડા દિવસ પહેલાં નવીન પટનાયક સાથે વાતચીત પણ કરી હતી.

આ પણ વાંચો : 300 બેઠકો જીતીને એનડીએની સરકાર બનાવીશું : અમિત શાહ

અહેમદ પટેલ

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ પણ સરકારની તડોજોડ કરવામાં માહેર છે. અહેમદ પટેલ તમામ રણનીતિ પર નજર રાખી રહ્યાં છે અને સોનિયા ગાંધી સુધી રિપોર્ટ પહોંચાડી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તરફથી તમામ કિલ્લે બંધી કરી નાંખી છે હવે તમામ નજર 23મી મેના પરિણામો પર ટકેલી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...