કોરોનાની રસી મૂકાવો અને મેળવો 10 લાખની કાર મફત! જાણો કોણે શરૂ કરી આ અનોખી સ્કીમ

પ્રતિકાત્મક તસવીર

યોજનાનો ફાયદો ઉઠાવનાર લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવો અનિવાર્ય હશે. આ યોજના માત્ર 11 જૂલાઇ સુધી લાગૂ રહેશે

  • Share this:
નવી દિલ્હી : છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ પૂરા વિશ્વને પોતાના સકંજામાં રાખ્યું છે. તેનાથી બચવા માટે લગભગ દરેક પ્રભાવિત દેશોમાં વેક્સિનેશન અભિયાન ચલાવાઇ રહ્યા છે. એક તરફ જ્યાં ભારતમાં દિલ્હી સહીત કેટલાય રાજ્ય વેક્સિનના અભાવનો સામનો કરી રહ્યા છે, ત્યાં અમુક દેશોના નાગરિક હજુ પણ વેક્સિનમાં રસ દાખવી રહ્યા નથી. જેના કારણે સરકાર ઘણી આકર્ષક ઓફર લાવી રહી છે.

રશિયાએ પોતાના દેશમાં રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે એક અનોખી ઓફર નાગરિકોને આપી છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલ એક અહેવાલ અનુસાર મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને ગત રવિવારે જાહેરાત કરી છે કે કોરોના વેક્સિન લગાવનારને રૂ. 10 લાખની કિંમતની બ્રાંડ ન્યૂ કાર મફતમાં આપવામાં આવશે. તેમને આશા વ્યક્ત કરી કે તેનાથી રસીકરણના દરમાં સુધાર આવશે કારણ કે લોકોને નવી કાર મફત ઘરે લઇ જવા મળી રહી છે. જેનાથી આકર્ષાઇ લોકો રસીકરણમાં રસ દાખવશે. જણાવી દઇએ કે છેલ્લા થોડા દિવસોથી દેશમાં રસીકરણનું અભિયાન મંદ પડ્યું છે.

આ પણ વાંચો - એક સમયે ભૂખ્યા પેટે ખેતી કરતા હતા Xi Jinping,આવી રીતે બન્યા ચીનના સૌથી તાકાતવર નેતા?

આ રીતે મળશે નવી કાર

સર્ગેઇ સોબિયાનિને કહ્યું કે 14 જૂનથી 18 કે તેથી વધુ ઉંમરના લોકો આ ઓફરનો લાભ મેળવી શકશે. યોજનાનો ફાયદો ઉઠાવનાર લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવો અનિવાર્ય હશે. આ યોજના માત્ર 11 જૂલાઇ સુધી લાગૂ રહેશે. ઓફરનું એલાન કરતી સમયે તેમણે તે પણ સ્પષ્ટ કર્યુ કે, તમામ લોકોને કાર નહીં આપવામાં આવે પરંતુ લોટરી દ્વારા કાર આપવામાં આવશે અને વિજેતાઓના નામ લકી ડ્રો મારફત નક્કી કરાશે. મોસ્કોના મેયરે કહ્યું કે, આગામી થોડા દિવસો સુધી દર સપ્તાહમાં લગભગ 5 કાર વિતરણ કરાશે અને કુલ મેળવી લકી ડ્રો દ્વારા લગભગ 20 કારોને મફતમાં ડોઝ લેનારને લકી ડ્રોના વિજેતાઓને અપાશે.

વાયરસની સૌથી વધુ પ્રભાવિત છે મોસ્કો

નોંધનીય છેકે રશિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણ રાજધાની મોસ્કોમાં જ ફેલાયું છે. તો રશિયાની રાજધાની મોસ્કો રવિવારે કોરોનાના 7704 નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા 24 ડિસેમ્બર બાદથી એક દિવસમાં નવા દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. સમગ્ર રશિયામાં 14,723 નવા કેસ નોંધાયા છે, જે 13 ફેબ્રુઆરી બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
First published: