આ કોંગ્રેસી વડાપ્રધાને લીધો હતો સવર્ણોને અનામત આપવાનો નિર્ણય

News18 Gujarati
Updated: January 7, 2019, 3:42 PM IST
આ કોંગ્રેસી વડાપ્રધાને લીધો હતો સવર્ણોને અનામત આપવાનો નિર્ણય
કોંગ્રેસનો ઝંડો ફરકાવતો સમર્થક (ફાઇલ ફોટો)

આ અનામતને 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કરાર કરતા નકારી કાઢ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી પહેલા સરકારે મોટો દાવ રમ્યો છે. આર્થિક રીતે પછતા ઊંચી જાતિને મનાવવા માટે સરકારે અનામત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે આર્થિક રીતે પછાત ઊંચી જાતિના લોકોને 10 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ, આ અનામતનો ફાયદો એવા લોકોને મળશે જેની કમાણી વાર્ષિક આવક 8 લાખથી ઓછી છે.

આ પહેલા ગરીબ સવર્ણો માટે અનામતની માંગને SC/STનું રાજકારણ કરનારા અનેક નેતા પણ યોગ્ય ઠેરવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને માયાવતી પણ સામેલ છે. તેઓએ ગરીબ સવર્ણોને 15થી 25 ટકા અનામત આપવાની વાત કહી હતી.

ભારતમાં અનામતની વ્યવસ્થા હાલ કેવી છે?


ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. શરત એ છે કે, એવું સાબિત કરવું પડે કે બીજાની તુલનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. આ નક્કી કરવા માટે કોઈ પણ રાજ્ય પોતાની ત્યાં પછાત વર્ગ આયોગની રચના કરીને અલગ-અલગ વર્યોની સામાજિક સ્થિતિની જાણકારી લઈ શકે છે.

જોકે, સુપ્રીમ કોર્ટ મુજબ, સામાન્ય રીતે 50 ટકાથી વધુ અનામત ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધુ અનામત ન આપી શકે. અનામતની હાલની વ્યવસ્થા મુજબ, એસસી માટે 15, એસટી માટે 7.5 અને અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અનામત છે. અહીં આર્થિક આધારે અનામતની કોઈ વ્યવસ્થા નથી. તેથી અત્યાર સુધી જે રાજ્યોમાં આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ થયો તેને કોર્ટને ફગાવી દીધો હતો.(આ પણ વાંચો, આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની મંજૂરી)

નવો નથી સવર્ણોને અનામત આપવાનો મુદ્દો

1991માં મંડલ કમીશનના રિપોર્ટ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કરાર કરતા નકારી કાઢ્યો હતો. ભાજપે 2003માં એક મંત્રી સમૂહની રચના કરી. જોકે, તેનો ફાયદો ન થયો અને વાજપેયી સરકાર 2004ની ચૂંટણી હારી ગઈ. 2006માં કોંગ્રેસ પણ એક કમિટી બનાવી જેને આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું જે હાલની અનામત વ્યવસ્થાના દાયરમાં નથી આવતા. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.

(આ પણ વાંચો, અનામત પર હાર્દિકે કહ્યું- જો આ મોદીની લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ)

સવર્ણ અનામત મુદ્દે ન્યૂઝ18ની સાથે અગાઉ થયેલી વાતચીતમાં '24 અકબર રોડ'ના લેખક તથા સિનિયર પત્રકાર રશીદ કિદવઈએ જણાવ્યું હતું કે, દલિતોનું રાજકારણ કરનારી પાર્ટીઓ પણ પોતાનો દાયરો વધારવા માંગે છે તેથી તેઓ ગરીબ સવર્ણોને અનામત આપવાની વાત કરી રહ્યા છે. સવર્ણોના અસંતોષમાં તેમને અવસર દેખાય છે. 2007માં બ્રાહ્મણોની સાથે લઈને માયાવતી સત્તામાં આવ્યા હતા. પરંતુ દલિત નેતાઓની આ પહેલ માત્ર કાયળ પર અને ચૂંટણીલક્ષી લાગે છે. તે માત્ર સવર્ણોને પોતાના પક્ષે કરવાનો પ્રયાસ હોઈ શકે છે કારણ કે આવું નિવેદન આપનારા નેતા પણ જાણે છે કે આર્થિક આધારે અનામત આપવાનો રસ્તો પડકારોથી ભરેલો છે. તેથી એાટલી જલદી તેને લઈને કોઈ પણ સરકાર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકે.
First published: January 7, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading