Home /News /national-international /તમે ક્યારે Dating Coach વિશે સાભંળ્યુ છે? જાણો કઇ રીતે તમને પાર્ટનર શોધવામાં કરે છે મદદ

તમે ક્યારે Dating Coach વિશે સાભંળ્યુ છે? જાણો કઇ રીતે તમને પાર્ટનર શોધવામાં કરે છે મદદ

મેગન વેક્સ, ડેટિંગ અને રિલેશનશિપ કોચ

અમેરિકાના ન્યૂયોર્કમાં (New York, America) રહેતી 42 વર્ષીય મેગન વેક્સ (Megan Weks) ડેટિંગ અને રિલેશનશિપ કોચ (Dating and relationship coach) છે. તે સમૃદ્ધ મહિલાઓને જીવનસાથી શોધવામાં મદદ કરે છે.

    પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવાની (How to find perfect life partner) પ્રક્રિયામાં ઘણીવાર લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેઓ ઘણા લોકોને મળે છે પરંતુ યોગ્ય વ્યક્તિ શોધી શકતા નથી. છોકરીઓ પણ આ ચિંતાનો શિકાર બને છે. ઘણી વખત તે મેટ્રિમોનિયલ સાઇટ્સ (Matrimonial sites) અને અખબારોમાં સારા છોકરાઓની શોધમાં હોય છે. પરંતુ હવે એક મહિલાએ છોકરીઓની આ ચિંતાનો ઉકેલ શોધી કાઢ્યો છે અને એવી રીત  જણાવી છે જે છોકરીઓ માટે ઉપયોગી થઈ શકે છે.

    અમેરિકાના ન્યૂયોર્કમાં (New York, America) રહેતી 42 વર્ષીય મેગન વેક્સ ડેટિંગ અને રિલેશનશિપ કોચ છે. તે સમૃદ્ધ મહિલાઓને જીવનસાથી શોધવામાં મદદ કરે છે. ડેઈલી સ્ટાર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે તે પોતે તેના લાઈફ પાર્ટનર જોશને મળી અને એક વર્ષમાં લગ્ન કરી લીધા. તેણે વેબસાઈટ દ્વારા અન્ય મહિલાઓને પણ જણાવ્યું કે કેવી રીતે તેઓ પણ તેમના જીવનસાથીને તરત જ શોધી શકે.

    આ પણ વાંચો - ભારતના રાફેલનો મુકાબલો કરવા PAKને ચીન પાસેથી મળ્યું J-10C ફાઈટર જેટ

    તેણે જણાવ્યુ કે જો કોઇ મહિલાએ આ જ વર્ષે પોતાનો જીવનસાથી શોધવો હોય તો તેણે જોવાનું ચાલુ કરી દેવુ જોઇએ. પોતાની સાથે સાથે અન્ય લોકો સાથે પ્રમાણિક રહેવું પડશે. તેણે જણાવ્યુ કે તેણે એક જ વર્ષમાં પોતાના પાર્ટનરને શોધીને લગ્ન કરી લેવાનું નક્કી કર્યુ હતુ. તેણે એ પણ જણાવ્યુ કે પોતાની સાથે ઇમાનદાર રહેવાની સાથે સાથે લોકોને પણ એ જણાવવું જોઇએ કે તમે પાર્ટનર શોધી રહ્યા છો.

    આ પણ વાંચો - China: ચીનમાં ફરી કોરોનાનો પગપેસારો, શહેરોમાં બની લોકડાઉનની સ્થિતિ

    મેગને જણાવ્યું કે તેણે પોતાના જીવનસાથીને શોધવા માટે એક ખાસ રીતની શોધ કરી હતી. તેમણે આ પદ્ધતિને મેનફનલ મેથડ નામ આપ્યું છે. આના દ્વારા તેણે કહ્યું કે જે મહિલા જીવનસાથીની શોધમાં છે તેણે મનમાં નક્કી કરવું પડશે કે તે જીવનસાથી શોધીને એક વર્ષમાં લગ્ન કરશે. આ પછી તેણે મનમાં નક્કી કરવું પડશે કે પાર્ટનરને લઈને તેની પસંદગી શું છે. તેના માપદંડો નક્કી કર્યા પછી, તેણે તે જ દિશામાં માપદંડ થોડો વધારવો જોઈએ જેથી તે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી શકે. તેણે કહ્યું કે પાર્ટનર શોધતા પહેલા મહિલાઓએ પોતાના વિશે સારી રીતે જાણવું જોઈએ. તેણે અને તેના પાર્ટનરને હવે 8 વર્ષ પૂરા થયા છે અને તેમના જેટલા પણ ક્લાયન્ટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તેમને ક્યારે છૂટાછેડા લેવાની જરૂર પડી નથી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: New York, અમેરિકા

    विज्ञापन
    विज्ञापन