અબૂ ધાબીમાં મળ્યું 8000 વર્ષ પહેલાનું મોતી, દુનિયામાં સૌથી જૂનું

News18 Gujarati
Updated: October 21, 2019, 8:48 AM IST
અબૂ ધાબીમાં મળ્યું 8000 વર્ષ પહેલાનું મોતી, દુનિયામાં સૌથી જૂનું
અબૂ ધાબીમાં દુનિયાનું સૌથી જૂનું મોતી મળ્યું છે.

દુનિયાના સૌથી જૂના આ મોતીને 30 ઑક્ટોબરે મ્યૂઝિયમમાં રાખવામાં આવશે

  • Share this:
અબૂ ધાબી : અબૂ ધાબી (Abu Dhabi)માં 8 હજાર વર્ષ જૂનું એક મોતી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આર્કિયોલૉજિસ્ટ્સનું માનવું છે કે આ દુનિયાનું સૌથી જૂનું મોતી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, તેનાથી પ્રમાણ મળે છે કે નિયોલિથિક સમય (Neolithic times)થી વસ્તૂઓનો વેપાર કરવામાં આવી રહ્યો છે.

આ મોતી સંયુક્ત અરબ અમીરાતની રાજધાનીથી દૂર, મરવા દ્વીપમાં ખોદકામ દરમિયાન શોધવામાં આવેલા એક રૂમમાંથી મળી આવ્યું હતું, જેનાથી દેશની સૌથી જૂની વાસ્તુકલા વિશે જાણવા મળ્યું છે. અબૂ ધાબીની સંસ્કૃતિ અને પર્યટન વિભાગે કહ્યું કે, જે પરતથી મોતી મળ્યું છે, તે 5800-5600 ઇ.સ. પૂર્વમાં નિયોલિથિક અવધિમાં બનેલી હતી.

ખોદકામમાં જોવા મળી આ આકૃતિઓ

અબૂ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગના અધ્યક્ષ મોહમ્મદ અલ-મુબારકે કહ્યું કે, અબૂ ધાબીમાં દુનિયાનું સૌથી જૂનું મોતીની શોધથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આર્થિક અને સાંસ્કૃતિક ઈતિહાસમાં અમારા ઊંડા મૂળિયા છે. અનેક ધ્વસ્ત નિયોલિથિક પથ્થર સંરચનાઓથી બનેલી મારવાહ સાઇટના ખોદકામમાં માટીના પાત્ર, કવચ અને પથ્થરથી બનેલા મોતી અને ચકમક તીર પણ મળ્યા છે.

'અબૂ ધાબી પર્લ' (Abu Dhabi Pearl) પહેલીવાર 10,000 વર્ષની લક્ઝરી પ્રદર્શનીમાં દર્શાવવામાં આવશે જે 30 ઑક્ટોબરે લોખર અબૂ બાધાીના પ્રસિદ્ધ પેરિસ મ્યૂઝિયમમાં શરૂ થવા થઈ રહી છે.

મોતી ઉદ્યોગ પર ટકેલી હતી યૂએઈની અર્થવ્યવસ્થાસંસ્કૃતિ વિભાગે કહ્યુ કે, અબૂ ધાબીની યાત્રા કરનારા વેનિસના આભૂષણ વેપારી ગેસ્પારો બલબીએ 16મી સદીમાં મોતીના સ્ત્રોત રૂપે અબૂ ધાબીના કાંઠે દ્વીપોનો ઉલ્લેખ કર્યો છે.

સંયુક્ત અરબ અમીરાતની અર્થવ્યવસ્થા મોતી ઉદ્યોગ પર ટકેલી હતી, પરંતુ 1930ના દશકમાં જાપાની સંસ્કૃતિ મોતીના આવવાથી આ વેપારમાં ઘટાડો નોંધાયો અને સંઘર્ષો રૂપે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને હલાવીને રાખી દીધી. તેને બદલે ખાડી દેશોએ તેલ ઉદ્યોગ તરફ ઝંપલાવ્યું જે આજ સુધી તેમની અર્થવ્યવસ્થાઓ પર હાવી છે.

આ પણ વાંચો,

જજે મૉડલને પૂછ્યું, PM મોદીને મળશો તું શું સવાલ પૂછશો? જવાબ થયો વાયરલ
એક ક્લાર્ક બન્યો 'ભગવાન', બનાવી અબજોની સંપત્તિ, ITને મળ્યા રૂ.93 કરોડ રોકડા
First published: October 21, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading