Home /News /national-international /

અદ્ભુત! 8 વર્ષની આ બાળકી IQમાં આઈન્સ્ટાઈનથી 2 ડગલાં આગળ, કારનામા જાણીને તમે ચોંકી જશો

અદ્ભુત! 8 વર્ષની આ બાળકી IQમાં આઈન્સ્ટાઈનથી 2 ડગલાં આગળ, કારનામા જાણીને તમે ચોંકી જશો

8 વર્ષની આ બાળકી IQમાં આઈન્સ્ટાઈનથી 2 ડગલાં આગળ

તે 3 વર્ષની ઉંમરથી વાંચવાનું શીખી ગઈ હતી અને 100 કોયડાઓ પણ ઉકેલ્યા હતા. તેણે બીજગણિતમાં નિપુણતા મેળવી છે.

જો કોઈ 8 વર્ષની બાળકીના મગજની તુલના આઈન્સ્ટાઈન અને હોકિંગ્સ જેવા વૈજ્ઞાનિકો સાથે કરે, તો તમને તે પાગલ લાગશે. પરંતુ આવું બન્યું છે. મેક્સિકોની માત્ર આઠ વર્ષની બાળકી અધારા પેરેઝે મગજની દ્રષ્ટિએ આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ્સ જેવા ધુરંધરોને પણ પાછળ છોડી દીધા છે. આ બાળકીનો IQ 162 છે. જે જીનિયસ ગણાતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સના IQ 160 કરતા વધુ છે. આ બાળકી મેક્સિકોની ત્લાહુઆક ઝૂંપડપટ્ટીમાં રહે છે.

નાની ઉંમરે જ નિપુણતા

તે 3 વર્ષની ઉંમરથી વાંચવાનું શીખી ગઈ હતી અને 100 કોયડાઓ પણ ઉકેલ્યા હતા. તેણે બીજગણિતમાં નિપુણતા મેળવી છે. તેણે નાની ઉંમરે સિસ્ટમ એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં ડિગ્રી પણ મેળવી છે. 2019માં યુકાતાન ટાઇમ્સના અહેવાલ મુજબ અધારા માત્ર 3 વર્ષની હતી, ત્યારે તેને એસ્પરગર સિન્ડ્રોમ (autism spectrum) હોવાનું નિદાન થયું હતું. તે એક પ્રકારનો વિકાર છે. જેના કારણે વ્યક્તિ સમાજ સાથે યોગ્ય રીતે ભળી શકતો નથી.

અધારાની માતા નેલી સાંચેઝએ કહ્યું કે, મેં તેને તેના મિત્રો સાથે નાના ઘરમાં રમતા જોઈ હતી અને તેઓએ તેને બંધ દીધી હતી. ત્યારબાદ તેઓએ તેને Oddball, weirdo!’ કહેવાનું શરૂ કર્યું હતું અને તેઓ નાના ઘરને મારવા લાગ્યા હતા. તેથી હું નથી ઇચ્છતી કે, મારી પુત્રીને તકલીફ થાય.

ડીપ્રેશનમાં સરી પડી

તેની માતાએ વધુમાં કહ્યું કે, અધરા ડિપ્રેશનમાં સરી ગઈ હતી અને શાળાએ જવા માંગતી ન હતી. બીજી તરફ શાળામાં તે સુઈ રહેતી હોવાનું અને ભણવામાં રસ ન હોવાનું શિક્ષકોએ કહ્યું હતું. ત્યારબાદ સાંચેઝ અધરાને સારવાર માટે મનોચિકિત્સક પાસે લઈ ગઇ હતી. જ્યાં તેને ટેલેન્ટ કેર સેન્ટરમાં જવાની સલાહ અપાઈ હતી. તે સ્થળે અધરાનો હાઈ IQ ઓળખી કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઓછા ખર્ચે શરૂ કરો આ શાનદાર ધંધો, દર મહિને થશે Rs.5 લાખની કમાણી, સરકાર પણ આપશે 85% સબસિડી

મેક્સિકોની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદીમાં સ્થાન

અધરાએ માત્ર 8 વર્ષની ઉંમરે પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હતું. તેણે બે ઓનલાઇન ડિગ્રી પણ મેળવી હતી અને ડોન્ટ ગિવ અપ શીર્ષક હેઠળ તેના અનુભવો વિશે એક પુસ્તક લખ્યું હતું. તેણે મેક્સિકોની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન તે એક નવું સ્માર્ટ બ્રેસલેટ પણ વિકસાવી રહી છે. જે બાળકોની લાગણીઓ પર નજર રાખશે. આ બાળકી અમેરિકાની યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે અંગ્રેજી પણ શીખી રહી છે. તે એસ્ટ્રોફિઝિક્સનું જ્ઞાન મેળવવા માંગે છે.
Published by:kiran mehta
First published:

Tags: Rest of The world News, World news, World News in gujarati

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन