Home /News /national-international /હોટલમાંથી છ યુવતી સહિત 13 લોકો કઢંગી હાલતમાં ઝડપાયા, કોવિડ કર્ફ્યૂમાં પણ ચોલતો હતો 'ગોરખધંધો'
હોટલમાંથી છ યુવતી સહિત 13 લોકો કઢંગી હાલતમાં ઝડપાયા, કોવિડ કર્ફ્યૂમાં પણ ચોલતો હતો 'ગોરખધંધો'
પ્રતિકાત્મક તસવીર
પકડાયેલી છ યુવતીઓ પૈકી એક નેપાળ અને અન્ય દિલ્હી સહિત બીજા રાજ્યોને રહેવાશી છે. જ્યારે બધા યુવક સ્થાનિય છે. કોવિડ કર્ફ્યૂ હોવા છતાં હોટલ ખોલીને આવો ગોરખધંધો ચાલતો હતો.
રુદ્રપુરઃ ઉત્તરાખંડમાં (Utrakhand) પોલીસે રુગ્રપુર શહેરમાં એક હોટલમાં (hotel) છાપો મારીને સેક્સ રેકેટનો (sexracket) પર્દાફાશ કર્યો હતો. જ્યાં આપત્તિજનગ સામગ્રી સાથે પોલીસે નેપાળ (nepal) અને દિલ્હીની (delhi) છ યુવતીઓ સહિત 13 લોકોની ધરપકડ કરી હતી. નવાઈની વાત તો એ છે કે કોવિડ કર્ફ્યૂ હોવા છતાં હોટલ ખોલીને આવો ગોરખધંધો ચાલતો હતો.
શનિવારે મોડી રાત્રે પોલીસને બાતમી મળી હતી કે આદર્શ કોલોનીમાં એક હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. ત્યારબાદ પોલીસની ટીમે હોટલ ઉપર રેડ કરી હતી. રેડ પડતા જ ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે હોટલમાંથી છ યુવતીઓ સહિત 13 લોકોને આપત્તિજનક સ્થિતિમાં પકડ્યાં હતા. દરેકને પોલીસ સ્ટેશન લઈ જઇને પૂછપરછ હાથધરી હતી.
પોલીસે જણાવ્યું કે તપાસ બાદ દરેક સામે કેસ નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. હોટલ સંચાલક સાામે કોવિડ કર્ફ્યૂ ભંગનો કેસ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલી છ યુવતીઓ પૈકી એક નેપાળ અને અન્ય દિલ્હી સહિત બીજા રાજ્યોને રહેવાશી છે. જ્યારે બધા યુવક સ્થાનિય છે.
આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં હરિદ્રારની એક હોટલમાં ચાલી રહેલા દેહવેપારનો પોલીસે પર્દાફાશ કર્યોહતો. પોલીસે હોટલને શીલ કરીને આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે શિવમૂર્તિની પાસે સ્થિત એક હોટલમાં દેહવેપારની સૂચના મળી હતી.
ત્યારબાદ પોલીસની ટીમે ત્યાં છાપો મારતા હોટલના રૂમ નંબર 204 અને 205માં બે પુરુષો અને બે કોલગર્સ પકડાઈ હતી. ત્યારબાદ પોલીસે હોટલ મેનેજર સંદીપ બલૂનીને ફોન કરીને બોલાવ્યા હતા.
" isDesktop="true" id="1102742" >
જે રૂપિયા ભેગા કરતો હતો તેમાંથી તે અડધા રૂપિયા હોટલ માલિકને આપતો હતો. જ્યારે બચેલા ભાગ વહેચી દેતો હતો. હેક ભાગ મેનેજર પોતે રાખતો હતો. પકડાયેલા આરોપી ઉપેન્દ્ર અને સૌભર ચૌધરી બિજનૌરના રહેવાસી હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર