કેવી રીતે રોકી શકાશે Coronaની ત્રીજી લહેર? કેન્દ્રના વૈજ્ઞાનિક સલાહકારે જણાવ્યું

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર વિજયરાઘવન

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર વિજયરાઘવાને કહ્યું છે કે, જો કડક નિયમોનું પાલન કરવામાં આવે તો, કોરોનાવાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) દેશમાં નહીં આવી શકે.

 • Share this:
  નવી દિલ્હી : ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર વિજયરાઘવાને કહ્યું છે કે, જો કડક નિયમોનું પાલન કરવામાં આવે તો, કોરોનાવાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) દેશમાં નહીં આવી શકે. તેમણે કહ્યું કે, જો જરૂરી પગલાં લેવામાં આવે તો તેને દૂર કરી શકાય છે. તેમણે કહ્યું કે, જો માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો કદાચ કોરોનાની ત્રીજી લહેર દેશમાં અમુક સ્થળોએ આવશે અથવા ક્યાંય નહીં આવી શકે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રાઘવને કહ્યું હતું કે, દેશમાં ત્રીજી લહેર આવવાનું લગભગ નક્કી છે.

  સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજયરાઘવને, કોરોનાવાયરસથી સાજા થતાં ઘણા દર્દીઓમાં જીવલેણ ફંગલ ઇન્ફેક્શન મ્યુકોર્માઇસીસિસના કેસો મામલે કહ્યું કે, તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. વિજયરાઘવાને કહ્યું કે, જો આપણે કડક પગલાં લઈશું તો ત્રીજી લહેર દેશના દરેક ભાગમાં નહીં અવી શકે. તેમણે કહ્યું કે, તે એ વાત પર નિર્ભર કરે છે કે, સ્થાનિક સ્તરે રાજ્યોમાં, જિલ્લાઓમાં અને શહેરોમાં દરેક જગ્યાએ માર્ગદર્શિકાને કેવી રીતે અસરકારક રીતે લાગુ કરવામાં આવે છે.

  આ પણ વાંચોCorona કહેરની દર્દનાક તસવીર: હંસતો-ખેલતો પૂરો પરિવાર થયો ખતમ, બસ બચ્યું 3 વર્ષનું બાળક અને વૃદ્ધ દાદી

  અગાઉ, કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું હતું કે, કોરોના વાયરસની ત્રીજી તરંગ 'અનિવાર્ય' છે, જોકે તે ક્યારે આવશે તેની આગાહી કરી શકાતી નથી. બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા એક પ્રેસ બ્રીફિંગમાં અધિકારીઓએ કહ્યું હતું કે, દેશમાં જે તીવ્રતાથી લાંબા સમયથી કોવિડ લહેરનો સામનો કરવામાં આવી રહ્યો છે, તેનું પણ પૂર્વાનુમાન નહોતુ લગાવી શકાયું.

  સરકારે આ કહ્યું

  સરકારે કહ્યું કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં એક લાખથી વધુ કોરોના વાયરસ દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે કહ્યું કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહાર એવા રાજ્યોમાં શામેલ છે જ્યાં દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો - હેવાનીયતનો Video: અશ્લિલ હરકતનો વિરોધ કર્યો તો, રોમિયો યુવકે નિર્દયતાથી યુવતીની કરી પિટાઈ

  સરકારે એમ પણ કહ્યું કે, 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ સંક્રમણ દર 15 ટકાથી વધુ છે. તો, કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવાને કહ્યું હતું કે, વાયરસના ફેલાવાના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં રાખીને, ત્રીજી લહેર અનિવાર્ય છે, પરંતુ આ ત્રીજી લહેર ક્યારે આવશે, કેવી પ્રકારની હશે, તે સ્પષ્ટ નથી. તેમણે કહ્યું, "આપણે નવી લહેરનો પણ સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ."
  Published by:kiran mehta
  First published: