Home /News /national-international /PM મોદીને ચૂંટણી પંચે ત્રીજી વખત આપી ક્લીનચીટ

PM મોદીને ચૂંટણી પંચે ત્રીજી વખત આપી ક્લીનચીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી વધુ એક રાહત મળી છે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરી હતી, આ દરમિયાન તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરી પરમાણુ હથિયાર અંગે વાત કરી હતી, કોંગ્રેસ દ્વારા આ નિવેદનને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાડમેરમાં રેલી દરમિયાન પાકિસ્તાનને ચેતાવણી આપતા કહ્યું હતું કે ભારતના પરમાણુ હથિયાર દિવાળી માટે નથી. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન કહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, આપણી પાસે શું છે, આ દિવાળી માટે રાખ્યા છે ?





જનસભા સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનને મળેલી છૂટને કારણે જ આપણા દેશમાં આતંકી હુમલા થતા રહે છે. આતંકના આકાઓને સબક શીખવવા માટે આપણે તેના ઘરમાં ઘૂસીને માર્યા. ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી. આ યોગ્ય જ થયું ને ? તમે પણ આવું જ ઇચ્છતા હતા ને ? આપણે આતંકીઓના મનમાં ડર પેદા કર્યો છે, આપણે પાકિસ્તાનની અકળ કાઢી નાખી.
First published:

Tags: Clean chit, Election commission, Lok sabha election 2019, પીએમ મોદી