નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્સપર્ટ્સે (WHO Experts)60થી વધારે ઉંમરના તે લોકોને ત્રીજો ડોઝ લેવાની સલાહ આપી છે. જેમણે ચીનન વેક્સીન (Vaccine)સાઇનોવેક (Sinopharm), સાઇનોફાર્મ (Sinovac)થી વેક્સીનેશન કરાવ્યું છે. આ જાણકારી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એએફપીએ પોતાના રિપોર્ટમાં આપી છે. WHOના વેક્સીન રણનિતી ગ્રુપે કહ્યું કે ચીનની આ બંને વેક્સીન દ્વારા ટિકાકરણ કરાવી ચૂકેલા 60થી વધારે ઉંમરના લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો જોઈએ. એક્સપર્ટ્સે એ પણ સલાહ આપી કે ત્રીજો ડોઝ કોઇ અન્ય વેક્સીનનો હોઈ શકે છે.
ચીની વેક્સીનને લઇને ત્રીજા ડોઝનો નિર્ણય કેમ લેવામાં આવ્યો તેના પર કોઇ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વલણ અત્યાર સુધી બુસ્ટર ડોઝ સામે જ રહ્યું છે. ચીની વેક્સીન પોતાના નિર્માણની સાથે ડેટાને લઇને પણ વિવાદોમાં રહી છે.
થોડાક મહિના પહેલા ચીનના શીર્ષ રોગ નિયંત્રણ અધિકારીએ કહ્યું હતું કે દેશના કોરોના વાયરસ સંક્રમણ વિરોધી રસી ઓછી અસરદાર છે અને સરકાર તેને વધારે પ્રભાવી બનાવવા પર વિચાર કરી રહી છે. ચીનના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)ના નિર્દેશક ગાઓ ફૂ એ કહ્યું હતું કે ચીનની વેક્સીનમાં બચાવ દર ઘણો વધારે નથી. ગાઓ ફૂ એ કહ્યું હતું કે હવે એ વાત પર ગંભીરતાથી વિચાર થઇ રહ્યો છે કે શું આપણે ટિકાકરણની પ્રક્રિયા માટે અલગ-અલગ વેક્સીનનો ઉપયોગ કરવો જોઈએ.
ઓછી અસરદાર છે ચીની વેક્સીન
ગાઓના નિવેદનને ચીન માટે મોટો ફટકો માનવામાં આવ્યું હતું. ચીને વેક્સીન સ્ટ્રેટેજી અંતર્ગત દુનિયાના ઘણા દેશોને મોટી સંખ્યામાં વેક્સીન સપ્લાય કરી હતી. દવા નિર્માતા કંપની સિનોવેક અને સિનોફાર્મ દ્વારા બનાવેલી વેક્સીન મેક્સિકો, તુર્કી, ઇન્ડોનેશિયા, હંગરી, બ્રાઝીલ અને તુર્કી સહિત ઘણા દેશોમાં વિતરિત કરવામાં આવી છે. બ્રાઝિલના શોધકર્તાઓએ શોધ્યું હતું કે ચીનની વેક્સીન નિર્માતા કંપની સિનોવેક કોરોના સામેના બચાવમાં 50.4 ટકા જ અસરદાર છે. તેના મુકાબલે ફાઇઝર દ્વારા બનાવેલી વેક્સીન 97 ટકા અસરદાર રહી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર