નવી દિલ્હી : કોરોનાની બીજી લહેર (Covid-19 2nd Wave)વચ્ચે એ સવાલ પણ ઉભો થઇ રહ્યો છે કે શું ભવિષ્યમાં વેક્સીનનો ત્રીજો ડોઝ (Third Booster Dose)પણ લેવો પડશે? દેશના જાણીતા એક્સપર્ટનું કહેવું છે કે ભવિષ્યમાં કોવિડ-19 મહામારીથી (Covid-19 Pandemic)બચવા માટે લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ પણ લેવો પડી શકે છે પણ તેની પ્રભાવશીલતાને લઇને હજુ પુરતા ડેટા ઉપલબ્ધ નથી.
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ (Randeep Guleria)ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું હતું કે ત્રીજા ડોઝની આવશ્યકતા મુખ્ય રુપથી બે વાતો પર નિર્ભર કરશે. પ્રથમ કે વેક્સીનના બે ડોઝથી મળનારી ઇમ્યુનિટી કેટલા દિવસો સુધી ટકે છે. બીજી જો નવા વેરિએંટ્સ સામે આવે તો વેક્સીનની એફિકેસીના આધારે ત્રીજો ડોઝ આપવામાં આવી શકે છે. દેશના નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સદસ્ય ગુલેરિયાનું કહેવું છે કે અમારી પાસે કોઇ નિશ્ચિત ડેટા નથી પણ સંભવ છે કે ભવિષ્યમાં ત્રીજો ડોઝ પણ લેવો પડે. જરૂરી નથી તે તરત લેવો. થોડા સમય પછી લેવો પડી શકે.
બીજી લહેરનો અંત ક્યારે થશે તે સવાલ પર ગુલેરિયાએ કહ્યું કે મહામારી પશ્ચિમથી પૂર્વ તરફ વધી રહી છે. તે કહે છે કે આપણે જોયું છે કે હવે દેશના પશ્ચિમી ભાગોમાં નવા કેસમાં સ્થિરતા આવવા લાગી છે અને સંભવ છે કે આ ઘટતા જશે. મધ્ય ભારતમાં હજુ પણ ઝડપથી કેસ આવી રહ્યા છે. જોકે અમને આશા છે કે આ મહિનાના અંતમાં કેસો ઓછા થવાના શરુ થઇ જશે. જોકે તેમણે ચેતવ્યા કે દેશના પૂર્વી ભાગમાં કેસમાં વધારો થઇ શકે છે.
ગુલેરિયાએ કહ્યું કે અમે આગામી એક બે મહિનામાં મહામારીને બિલકુલ ઢળતા જોઇ શકીએ છીએ. તે એમ પણ કહે છે કે જો ભારત વધારેમાં વધારે લોકોને વેક્સીનેશનમાં સફળ રહ્યા અને લોકોએ કોરોના નિયમોને ઠીકથી પાલન કર્યા તો ત્રીજી લહેરની અસર ઓછી રહી શકે છે.
" isDesktop="true" id="1096039" >
બાળકોના વેક્સીનેશન પર શું કરવામાં આવી રહ્યું છે?
બાળકોને વેક્સીનેશનને લઇને તેમણે કહ્યું કે આપણે પહેલાથી જાણીએ છીએ કે બાળકો નાજુક હોય છે. એવી વાતચીત ચાલી રહી છે કે જો આગામી લહેર આવી તો બાળકો તેના પ્રભાવમાં આવી શકે છે. આ આપણા માટે જરૂરી છે કે આપણે બાળકોને બચાવવાના પ્રયત્નો પર ભાર આપીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર