બેંગલુરુ : કોરોનાની બીજી લહેરે (Covid19 Second Wave)જે રીતે દેશમાં તબાહી મચાવી મચાવી છે તે પછી ત્રીજી લહેરને (Covid19 Third Wave)લઇને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇંટિફિક એડવાઇઝર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર અવશ્ય આવશે. જોકે એ વાત પર રિસર્ચ ચાલી રહ્યું છે કે ત્રીજી લહેર કેટલી ઘાતક રહેશે. હવે સમાચાર એજન્સી રોયટર્સે દુનિયાભરના લગભગ 40 એક્સપર્ટ્સ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે.
ઓ ઓપિનિયન પોલના મતે લગભગ 85 ટકા એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં ત્રીજી લહેર ઓક્ટોબર મહીના સુધી આવી શકે છે. કેટલાકે સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનામાં પણ ત્રીજી લહેરનો પ્રભાવ શરૂ થવાની વાત કહી છે. જોકે લગભગ 70 ટકા એક્સપર્ટ્સનું માનવું છે કે બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરનો સામનો ભારત પ્રભાવી રુપથી કરી શકશે.
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ત્રીજી લહેર નિયંત્રિત થઇ શકે છે કારણ કે ત્યાં સુધી વેક્સીનેશનનો દાયરો ઘણો વધારી વધી ગયો હશે. બીજી લહેરની સરખામણીમાં ત્યાં સુધી દેશમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાની વેક્સીન મળી જશે.
બાળકો પર થઇ શકે છે અસર, બે તૃતિયાંશ એક્સપર્ટ આ વાત પર સહમત
ત્રીજી લહેર માટે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં બાળકોને સૌથી વધારે ખતરો રહેશે. આ વાત પર લગભગ બે તૃતિયાંશ એક્સપર્ટ સહમત છે. એક એક્સપર્ટે કહ્યું કે 18થી ઓછી ઉંમરના બાળકોમાં ખતરો એટલા માટે પણ વધારે છે કારણ કે હજુ તેમના માટે વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે.
" isDesktop="true" id="1106209" >
આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને એઈમ્સે પોતાના સીરોપ્રેવૈલેંસ સર્વેમાં કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર વધારે થશે નહીં. નવા અધ્યયનમાં WHO અને AIIMS અલગ દાવા કર્યા છે. સર્વેના મતે વયસ્કોના મુકાબલે બાળકોમાં સીરો પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર