આર્ટિકલ 370 પર PM મોદી બોલ્યા- ઘણું વિચાર્યાં બાદ જમ્મુ-કાશ્મીર માટે આ નિર્ણય લીધો

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશા છે કે આગામી વર્ષોમાં અહીં પણ દેશના બીજા ભાગોની જેમ વિકાસ થશે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું કહેવું છે કે ખૂબ સમજી અને વિચારીને જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu and Kashmir) આર્ટિકલ 370 (Article 370) હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીને આશા છે કે આગામી વર્ષોમાં અહીં પણ દેશના અન્ય ભાગોની જેમ વિકાસના કામ થશે. આ ઉપરાંત અહીં લોકોને રોજગારીનો અવસર મળશે. પીએમ મોદીએ આ વાત અંગ્રેજી વર્તમાનપત્ર 'ઇકોનોમિક ટાઇમ્સ' સાથે વાતચીત દરમિયાન કહી હતી.

  અહીં રોકાણ થશે

  પીએમ મોદીએ કહ્યુ કે, "મને આશા છે કે હવે અહીં વિકાસ થશે. મોટા બિઝનેસમેનોએ પહેલા જ અહીં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. રોકાણ માટે અલગ વાતાવરણની જરૂર છે. આજના જમાનામાં આર્થિક વિકાસ બંધ દરવાજાની અંદર ન થઈ શકે. ખુલ્લા દિમાગ અને ખુલ્લા બજારમાં અહીંના યુવાનો વિકાસમાં મદદ કરશે."

  વિકાસની રાહ પર કાશ્મીર

  પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, "આર્ટિકલ 370 અંગે નિર્ણય બાદ અહીં રોકાણનો એક અલગ માહોલ છે. રોકાણ માટે અમુક વસ્તુ જરૂરી છે. જેમ કે, સ્થિરતા, માર્કટ સુધી પહોંચવું અને યોગ્ય કાયદો. જમ્મુ કાશ્મીરમાં હવે અમુક ક્ષેત્ર જેવા કે, પર્યટન, ખેતી, આઈટી અને હેલ્થકેરમાં ખૂબ વિકાસ થશે. આ નિર્ણયથી એક ઇકો-સિસ્ટમ બનશે."

  સારી કનેક્ટિવિટી

  પીએમ મોદીએ જણાવ્યું કે હવે જમ્મુ-કાશ્મીરમાં કનેક્ટિવિટીને સારી કરવા પર ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું, "અહીં કનેક્ટિવીટીને સારી કરવી સરકારની પ્રાથમિકતા છે. અહીં રસ્તા, નવી રેલવે લાઇન અને એરપોર્ટનું આધુનિકરણ કરવું પહેલાથી જ સરકારના એજેન્ડામાં છે. દેશના બીજા ભાગ સાથે સારી કનેક્ટિવીટી અને રોકાણનો સારો માહોલથી અહીં વિકાસ થશે."
  Published by:Vinod Zankhaliya
  First published: