પડતા ઉપર પાટું! ચોરો ચોરી ગયા ફોર્ચ્યુનર કાર, FBનો સહાલો લીધો તો ફરી છેતરાયો રિયલ એસ્ટેટનો ધંધો કરતો આકાશ

પડતા ઉપર પાટું! ચોરો ચોરી ગયા ફોર્ચ્યુનર કાર, FBનો સહાલો લીધો તો ફરી છેતરાયો રિયલ એસ્ટેટનો ધંધો કરતો આકાશ
આકાશ અને તેની કારની તસવીર

આકાશે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે તેની ગાડીના સમાચાર આપશે. તેને ઈનામ આપવામાં આવશે.

 • Share this:
  દિલ્હીઃ દિલ્હીમાં કાર ચોરીનો હેરાન કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં શાતિર ચોરોએ માત્ર પાંચ મિનિટમાં જ હાઈટેક ફોર્ચ્યુનર કારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરો દિલ્હીના અનેક રસ્તાઓઓ અને પોલીસ સ્ટેશનોમાંથી પસાર થઈને આરામથી નીકળી હતી. બીજી તરફ કારને શોધવા માટે કાર માલિક પોલીસ સ્ટેશનના ચક્કરો લગાવ્યા પરંતુ કામ થયું નહીં. એટલા માટે તેણે કાર પાછી મેળવવા માટે લીધો સોશિલય મીડિયાનો સહારો તો ત્યાં કાર પાછી અપવાવાના નામ પર કાર માલિક સાથે ફરી છેતરપિંડી થઈ હતી.

  મળતી માહિતી પ્રમાણે આકાશ રિયલ એસ્ટેટ બિઝનેસ કરે છે. ઘટના 25 નવેમ્બરની રાત્રે લગભગ 2.30 વાગ્યાની છે. ત્યારે આઈ-20 કારમાં સવાર થઈને ત્રણ ચોર આવ્યા હતા. જેમણે થોડી જ મિનિટોમાં આકાશની ફોર્ચ્યુનર કારને અનલોક કરીને તેને સ્ટાર્ટ કરીને ફરાર થઈ ગયા હતા.  આજતક વેબસાઈટમાં આવેલા રિપોર્કાટ પ્રરમાણે કાર માલિકે આ ઘટનાની ઓનલાઈન એફઆઈઆર નોંધાવી પરંતુ દિવસો પસાર થવા છતાં પોલીસ તરફથી કોઈ મદદ મળી ન હતી. કાર માલિકે પોતાની રીતે અલગ જગ્યાઓના સીસીપીટી કેમેરા શોધ્યા હતા. જે પૈકી એક કેમેરાના ફૂટેજમાં દેખાય છે કે આઈ-20 કાર અને ચોરીની ફોર્ચ્યુનર કાર સ્પીડમાં ઘિચોરની છત્તરપુર, મહેરોલી, ગુડગાંવ રોડ, મેદાન ગઢી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર વિસ્તારમાં એક પણ પોલીસ બેરિકેડિંગ હતી નહીં. જેના કારણે શાતિર ચોર ફોર્ચ્યૂનર કામ લઈ જવામાં સફળ રહી હતી.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

  આકાશનું કહેવું છે કે તેની કારમાં ખૂબ જ જરૂરી કાગળો હતો જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. જો કે દિલ્હી પોલીસ આકાશની કોઈ મદદ નથી કરી રહી. તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આકાશે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે તેની ગાડીના સમાચાર આપશે. તેને ઈનામ આપવામાં આવશે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટને જોઈને એક વ્યક્તિને પોતે દિલ્હી પોલીસનો કર્મચારી હોવાનું કહી આકાશનો સંપર્ક કર્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ઘરઘાટી મહિલા ફરાર, કામની શોધમાં આવી હતી સુરત

  ઠગ વ્યક્તિએ કહ્યું કે જો તેને કાર જોઈએ છે તો 10 હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં મોકલી આપે. પરેશાન આકાશે એ વ્યક્તિ ઉપર વિશ્વાષ કરીને તેના એકાઉન્ટમાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ થોડા જ કલાકોમાં પરેશાન આકાશને અહેસાશ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.  આકાશે પોતાની ગાડી અને તેમાં રાખેલા કાગળોને પાછા મેળવવા માટે દરેક સ્તર ઉપર કોશિશ કરી. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જે આઈ20નો નંબર મળ્યો હતો. આકાશે તેના ઉપર પમ સંપર્ક કર્યો અને ત્યાં પહોચ્યો તો જાણવા મળ્યું કે તે કાર તેના માલિક પાસે જ છે. એટલે કે શાતિર ચોરોએ બીજી કારમાં તેનો નંબર ઉપયોગમાં લીધો હતો. (તસવીર આજતક)
  Published by:ankit patel
  First published:December 07, 2020, 21:20 pm

  ટૉપ ન્યૂઝ