ચોર ચોરી કરવા ગયા; સામાન વધારે લૂંટી લેતા પોલીસને ફોન કર્યો, આવો મદદ માટે
ચોર કપલે પોલીસને ધંધે લગાડી
આપે ચોરીની અનેક ઘટનાઓ જોઈ હશે, સાંભળી હશે. ક્યાંક ચોર પૂજા કરવા બેસી જાય છે, તો વળી ક્યાંક ખિચડી ખાવાના ચક્કરમાં પકડાઈ જાય છે. જો કે, હાલમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
આપે ચોરીની અનેક ઘટનાઓ જોઈ હશે, સાંભળી હશે. ક્યાંક ચોર પૂજા કરવા બેસી જાય છે, તો વળી ક્યાંક ખિચડી ખાવાના ચક્કરમાં પકડાઈ જાય છે. જો કે, હાલમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચોરોએ અલગ જ કાંડ કરી નાખ્યો છે. આરામથી ચોરી કર્યા બાદ જ્યારે તેમને લાગે છે કે, ચોરી કરેલો સામાન વધી ગયો છે તો, મદદ માટે તે પોલીસને ફોન કરે છે.
ફ્લોરિડામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવે છે. જ્યારે શાંતિથી ચોરી કર્યા બાદ ખુદ ચોરે પોલીસને કોલ કર્યો અને તેમને સામાન ઉપાડવા માટે મદદ માગવાની હિંમ્મત કરી. બાદમાં જે થયું એતો ગજબ હતું. આમ જોવા જઈએ તો, ફ્લોરિડાથી આવી અજબ ગજબ કહાનીઓ આવતી જ રહે છે. પણ આપને આ કિસ્સો ત્યારે રસપ્રદ લાગશે, જ્યારે ખબર પડશે ચોર બીજૂ કોઈ નહીં પણ એક કપલ હતું.
ચોર કપલનો નેક્સ્ટ લેવલનો પ્લાન
આ સમગ્ર કહાની રસપ્રદ છે. અહીં એક મહિલા અને પુરુષ મળીને ચોરી કરવા પહોંચ્યા હતા. તેમણે એક બંધ ઘરમાં સામાન ભેગો કરવાનું શરુ કર્યું. જ્યારે લૂટનો સામાન વધારે થઈ ગયો તો મહિલાએ મગજ વાપર્યું, જે મોટા ભાગે કોઈ વિચારી પણ ન શકે. તેણે 911 પર કોલ કર્યો. જેથી સામાન ઉંચકવા માટે મદદ મળી શકે. પોલીસે પણ ફોન ઉઠાવ્યો પણ કોઈ કશું બોલ્યું નહીં. Polk County Sheriff તરફથી બતાવામાં આવ્યું કે, તેમને લોકેશન પર જવાનો નિર્ણય લીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો ઘર પર કોઈ નહોતું. તેમને એક બંધ દરવાજા પાછળ મહિલા અને પુરુષ છુપાયેલા હોવાનું જોવા મળ્યું. પોલીસે તેમને એક સિક્યોરિટી વીડિયો દ્વારા ઓળખઅયા. મહિલા ચોરને તેના ઘરની બહારથી પકડવામાં આવી. તેણે કહ્યું કે, તેણે એટલા માટે ફોન કર્યો હતો જેથી લુટેલો સામાન ઉંચકવામાં પોલીસ મદદ કરે. જેથી તે ન્યૂયોર્કમાં વીકેન્ડ મનાવી શકે. જો કે, પોલીસે તેમને સીધા જેલ ભેગા ક્રયા અને વીકેન્ડ માટે વેલકમ પણ કર્યું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર