ચોરનું હ્યદય પીગળ્યું, ચોરી કરેલા ડોઝ પાછા આપતા લખ્યું- સોરી, મને ખબર ન હતી આ કોરોના વેક્સીન છે

પ્રતિકાત્મક તસવીર

ચોરે કોવિશીલ્ડના (covishield)182 અને કોવેક્સીનના (covaxine)440 ડોઝ ચોરી કર્યા હતા

  • Share this:
    જીંદ : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હરિયાણાના જીંદથી કોરોના વેક્સીન ચોરીની ઘટના સામે આવી હતી. ચોરે કોવિશીલ્ડના (covishield)182 અને કોવેક્સીનના (covaxine)440 ડોઝ ચોરી કર્યા હતા. જોકે ગુરુવારે ચોરે વેક્સીન પરત કરી દીધી છે. જીંદ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની બહાર એક ચા ની દુકાન પર આ વેક્સીન મુકી ગયો હતો. આ સાથે તેણે એક લેટર પણ છોડ્યો હતો. જેમાં લખ્યું હતું કે, સોરી, મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે. પોલીસનું કહેવું છે કે ચોરની ઓળખની કેટલીક સાબિતી મળી છે.

    આ ઘટના હરિયાણાના જીંદ જિલ્લાની છે. બુધવારે રાત્રે સિવિલ હોસ્પિટલના પીપી સેન્ટરથી કોવિડ-19 વેક્સીનના 1710 ડોઝની ચોરીની સૂચના મળી હતી. જોકે બીજા દિવસે ચોરે વેક્સીનના ડોઝ પરત કરી દીધા છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ચોરે કોવિશીલ્ડના 182 અને કોવેક્સીનના 440 ડોઝ જીંદ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની બહાર ચા ની દુકાન પર રાખી દીધા હતા.

    આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે

    ચોરે કોવિડ-19 વેક્સીનના આ ડોઝ સાથે એક બે લાઇનનો માફીપત્ર પણ લખ્યો હતો. ચોરે લખ્યું હતું કે સોરી, મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે. બતાવવામાં આવી રહ્યું છે કે ચોરે બપોરે ચા ની દુકાન પર બેસેલા એક વૃદ્ધને થેલો આપ્યો અને કહ્યું હતું કે સ્ટેશનના મુંશીનું ખાવાનું છે. થેલો સોપીને ચોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે ચા વાળા આ થેલો પોલીસ પાસે પહોંચાડ્યો હતો.

    જીંદ પોલીસના ડીએસપી જિતેન્દ્ર ખટકડે કહ્યું હતું કે આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે 457 અને 380 IPC અંતર્ગત કેસ નોંધ્યો છે. તેમણે એ પણ કહ્યું કે બની શકે કે ચોર રેમડેસિવીર ઇન્જેક્શનના ચક્કરમાં ભૂલથી કોરોના વેક્સીન ઉઠાવી ગયો હોય.
    Published by:Ashish Goyal
    First published: