Home /News /national-international /

Andhra Pradesh News: દારૂની 1 બોટલ માટે મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો શખ્સ, ભગવાને તરત જ આપી પાપની સજા!

Andhra Pradesh News: દારૂની 1 બોટલ માટે મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો શખ્સ, ભગવાને તરત જ આપી પાપની સજા!

નાના છિદ્રમાંથી મંદિરમાં પ્રવેશેલો ચોર બહાર નીકળતી વખતે ફસાઈ ગયો

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના એક ચોરનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ ચોરે મંદિર (Robbery In Temple)માં માત્ર સાડા છસોની દારૂની બોટલ માટે ચોરી કરવાનું નક્કી કર્યું

    એવું કહેવાય છે કે ઉપરવાળા બધું જુએ છે. તેની લાકડીમાં કોઈ અવાજ નથી, પરંતુ ભગવાન તેના કાર્યોનું ફળ સમજી વિચારીને વ્યક્તિને આપે છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં રહેતા એક વ્યક્તિએ વિચાર્યું હતું કે મંદિર (Robbery In Temple)માં હાજર દાગીના અને પૈસાની ચોરી કરીને તે તેના દારૂ માટે પૈસા ભેગા કરી શકશે. આ માટે તેણે મંદિરની દિવાલમાં કાણું પાડ્યું. તેણે અંદર જઈને ભગવાનના ઘરેણાની ચોરી કરી. પણ ઉપરવાળો જોતો હતો. જ્યારે તે દાગીના લઈને ભાગવા લાગ્યો ત્યારે તે જ છિદ્ર (Thief stuck in wall)માં ફસાઈ ગયો. અંતે તેને બહાર કાઢવા માટે પોલીસ બોલાવવી પડી હતી.

    આ ઘટના આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાંચિલી મંડલના જાદુપુડી ગામમાં બની હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, આ 30 વર્ષીય ચોરની ઓળખ આર પાપા રાવ તરીકે થઈ છે. તેણે આ ચોરી માત્ર દારૂની બોટલ માટે કરી હતી. તે ગામના સ્થિર યેલમ્મા મંદિરની દિવાલની અંદર પ્રવેશ્યો હતો. તેણે દેવતાને ચઢાવેલા ચાંદીના ઘરેણાંની ચોરી કરી અને તે જ છિદ્રમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો. પરંતુ જે છિદ્રમાંથી તે સરળતાથી પ્રવેશ્યો હતો, તે જ છિદ્રમાં બહાર નીકળતી વખતે અટવાઈ ગયો.

    ભગવાનના દાગીનાની થઈ હતી ચોરી

    ચોર મંદિરમાંથી વીસ ગ્રામ ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયો હતો. બાદમાં સવારે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે પૂજારીએ ચોરને છિદ્રમાં ફસાયેલો જોયો. તેણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે મોટી મુશ્કેલીથી ચોરને બહાર કાઢ્યો અને ઘટના અંગે એફઆઈઆર નોંધી. પત્રકાર સૂર્યા રેડ્ડીએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ચોર ગામલોકોને બહાર કાઢવાની વિનંતી કરતો જોવા મળ્યો હતો.



    આ પણ વાંચો: વાહન ચોરીની અનોખી ઘટના, વાહનો કબ્જે કરવા હળવદ ગયેલી પોલીસ પર હુમલો

    દારૂ માટે ઘણી વખત ચોરી

    સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ પહેલીવાર નથી જ્યારે આ વ્યક્તિએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોય. આ પહેલા પણ તે દારૂ માટે અનેકવાર ચોરી કરી ચૂક્યો છે. અગાઉ એક વખત તેણે મહિલાના ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી. તે સમયે પણ તેણે દારૂના નશા માટે જ આવું કર્યું હતું.

    આ પણ વાંચો: ચીન ખુલ્લેઆમ કેદીઓના શરીરમાંથી ચોરી રહ્યું છે કિડની, મૃત્યુ પહેલા જ કાઢી રહ્યાં છે હૃદય!

    પોલીસે જપ્ત કરાયેલા ઘરેણાં મંદિરને પરત સોંપી દીધા છે અને વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. થોડા સમય પહેલા પણ ચોરીનો આવો જ એક રમુજી કિસ્સો સામે આવ્યો હતો જ્યારે ઘરમાં ચોરી કરવા આવેલો એક ચોર ખીચડી બનાવતો ઝડપાયો હતો. ચોર ભૂખ્યો હતો અને રસોડામાં જ ભોજન બનાવવા લાગ્યો. જ્યારે કુકરની સિટી વાગી ત્યારે પરિવારના સભ્યો જાગી ગયા અને ચોર પકડાયો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Andhra Pradesh, Funny video, Viral videos, Weird news

    આગામી સમાચાર