ચોરનું કારસ્તાન! ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો ચોર, ઊંઘતી મહિલાને જોઈને ચોરની દાનત બગડી, બળાત્કાર કરી ફરાર

ચોરનું કારસ્તાન! ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો ચોર, ઊંઘતી મહિલાને જોઈને ચોરની દાનત બગડી, બળાત્કાર કરી ફરાર
પ્રતિકાત્મક તસવીર

એક ચોર ચોરી કરવાના હેતુથી ઘરમાં ઘુસ્યો હતો. ઘરમાં સામાન શોધતા સમયે તેની નજર ઘરમાં ઉંઘતી મહિલા ઉપર પડી હતી. ત્યારબાદ ચોરની મહિલા ઉપર દાનત બગડી હતી. અને મહિલાને ડરાવી ધમકાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

 • Share this:
  ગાજીપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) ગાજીપુરમાં (gajipur) એક સનસનીખેસ ઘટના સામે આવી છે. અહીં એક ચોર ચોરી (thief) કરવાના હેતુથી ઘરમાં ઘુસ્યો હતો. ઘરમાં સામાન શોધતા સમયે તેની નજર ઘરમાં ઉંઘતી મહિલા ઉપર પડી હતી. ત્યાર બાદ ચોરે જે કર્યું એ ચોંકાવનારું હતું. ત્યારબાદ ચોરે મહિલાને (thief raped with woman) ડરાવી ધમકાવી અને તેની સાથે દુષ્કર્મ આચરીને ઘરમાંથી ફરાર થયો હતો.

  આ ઘટના ગાજીપુરના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટના બાદ મહિલાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ આરોપી ચોરને પકડવા માટે લાગી હતી. ત્યારબાદ પોલીસે ગંભીરતાથી શોધખોળ કરીને ચોરને પકડી લીધો હતો.  એસપી ગાજીપુર ડોક્ટર ઓમ પ્રકાશ સિંહના જણાવ્યા પ્રમાણે 19 માર્ચ રાત્રે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. પરંતુ ઘરમાં ઊંઘતી મહિલા સાથે દુષ્કર્મ કરીને ફરાર થયો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  એસપીનું કહેવું છે કે આ મામલામાં ચોરને પકડવો પોલીસ માટે ખુબ જ પડકાર જનક હતું. પોલીસની ટીમે ઇલેક્ટ્રોનિકસ સર્વિલન્સ અને બાતમીદારોની મદદથી આ ડાર્ક કેસને ઉકેલી દીધો હતો. પીડિતાની ફરિયાદ પર સંબંધિત કલમો નોંધીને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે સવારે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી.  પોલીસની પૂછપરછમાં આરોપીનું નામ અનિલ યાદવ છે. જે ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાશી છે. તેણે પોલીસ સામે પોતાનો ગુનો કબુલ્યો હતો. તેણે કબૂલ્યું કે તે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ તેણે મહિલાને એકલી જોઈને મન બદલાયું અને ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
  Published by:ankit patel
  First published:March 27, 2021, 15:34 pm

  ટૉપ ન્યૂઝ