BJP નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- મુસ્લિમો મસ્જિદોમાં હથિયાર રાખે છે

BJP નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- મુસ્લિમો મસ્જિદોમાં હથિયાર રાખે છે
રેણુકાચાર્યએ આરોપ લગાવ્યો કે, મુસ્લિમો મસ્જિદમાં નમાજ પઢવાની જગ્યાએ હથિયાર એકત્ર કરવાનું કામ કરે છે

રેણુકાચાર્યએ આરોપ લગાવ્યો કે, મુસ્લિમો મસ્જિદમાં નમાજ પઢવાની જગ્યાએ હથિયાર એકત્ર કરવાનું કામ કરે છે

  • Share this:
    બેંગલુરુ : કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ધારાસભ્ય રેણુકાચાર્ય (Renukacharya)એ મુસ્લિમ સમુદાય પર વાંધાજનક ટિપ્પણીઓ કરે છે. સોમવારે દેવનાગરેમાં એક રેલીને સંબોધિત કરતાં રેણુકાચાર્યએ આરોપ લગાવ્યો કે મુસ્લિમો મસ્જિદોમાં હથિયાર એકત્ર કરે છે. તેઓએ ધમકી આપતાં કહ્યું કે, તેઓ મુસ્લિમોને તેમનું સ્થાન બતાવીને રહેશે અને બતાવીને રહેશે કે રાજનીતિ શું છે. બીજેપના નેતાના આ નિવેદનથી રાજકારણ ગરમાઈ ગયું છે અને અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

    દેવનાગરેના હોનાલીમાં સોમવારે આ રેલી નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં બોલાવવામાં આવી હતી. રેલીમાં રેણુકાચાર્યએ આરોપ લગાવ્યો કે, તે લોકો મસ્જિદમાં નમાજ પઢવાની જગ્યાએ હથિયાર એકત્ર કરવાનું કામ કરે છે...અહીં કેટલાક દેશદ્રોહી છે. તમે લોકો મસ્જિદમાં બેસો છો અને ફતવા લખો છો? મસ્જિદમાં શું છે? ત્યાં હથિયાર એકત્ર કરવામાં આવે છે. શું તેથી મસ્જિદ ઈચ્છો છો? જો તમારે આવું જ કરવું છે તો ઠીક છે, હું મારી રાજનીતિ કરતો રહીશ. નોંધનીય છે કે, રેણુકાચાર્ય કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાના નિકટતમ અને સલાહકાર માનવામાં આવે છે.



    રેણુકાચાર્યએ વધુમાં કહ્યું કે, હું મુસલમાનો માટે ફાળવેલા બજેટનો ઉપયોગ હિન્દુઓના કામ માટે ખર્ચ કરવાથી બિલકુલ ખચકાઈશ નહીં. તેઓએ કહ્યું કે, હું તાલુકામાં મુસલમાનો માટે ફાળવેલા નાણાનો ઉપયોગ હિન્દુઓના કામ માટે કરીશ.

    નોંધનીય છે કે, બીજેપી ધારાસભ્ય એમ.પી. રેણુકાચાર્યને રાજકીય સેક્રેટરીનું પ મળેલું છે. સાથોસાથ તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ આ ધારાસભ્ય ઘણી વાર ચર્ચામાં આવી ચૂક્યા છે.

    જોકે, આ પહેલીવાર નથી જ્યારે કર્ણાટક બીજેપીના કોઈ નેતાએ મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હોય. રેણુકાચાર્ય પહેલા બીજેપી ધારાસભ્ય સોમશેખર રેડ્ડીએ બેલ્લારીમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં મુસ્લિમ સુમદાય પર કૉમેન્ટ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે 80 ટકા છીએ અને તમે 17 ટકા. વિચારી લો...જો CAA પર રિએક્ટ કર્યું તો શું હાલ થશે? સાવધાન રહેજો.

    આ પણ વાંચો, દુબઈમાં 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી સરપંચની ચૂંટણી લડવા પહોંચી ગામની 'પુત્રવધૂ'
    Published by:Mrunal Bhojak
    First published:January 21, 2020, 14:24 pm

    ટૉપ ન્યૂઝ