Home /News /national-international /

કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પરની ચર્ચા દરમિયાન આ શબ્દોનો ઉલ્લેખ થયો, રુદ્રાક્ષ, કપાળ પર તિલક, કલમ 25...

કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પરની ચર્ચા દરમિયાન આ શબ્દોનો ઉલ્લેખ થયો, રુદ્રાક્ષ, કપાળ પર તિલક, કલમ 25...

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની કોલેજ પરિસર અને ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની માંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. (ફાઇલ ફોટો)

Karnataka Hijab Controversy: ઉડુપી પ્રી-યુનિવર્સિટી કોલેજની આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ તરફથી હાજર થઈને વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે બેન્ચ સમક્ષ ભારતીય બંધારણના અનુચ્છેદ 25નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ કલમ 'અંતરાત્માની સ્વતંત્રતા'ની વાત કરે છે.

વધુ જુઓ ...
  હિજાબ પરના પ્રતિબંધ (Ban on Hijab) સામે કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)માં ગયેલી મુસ્લિમ યુવતીઓએ મંગળવારે દલીલ કરી હતી કે સ્કાર્ફ પહેરવો એ શ્રદ્ધાની નિશાની છે અને ધાર્મિક કટ્ટરતાનું પ્રદર્શન નથી. તેમણે હાઈકોર્ટની ફુલ બેન્ચને પણ વિનંતી કરી હતી કે ગર્લ સ્ટુડન્ટ્સને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવે. તેમણે કહ્યું કે કોર્ટે તેના વચગાળાના આદેશ દ્વારા તેમના "મૂળભૂત અધિકારો"ને નિલંબિત કર્યા છે.

  ઉડુપી પ્રી-યુનિવર્સિટી કોલેજની આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ તરફથી હાજર થઈને વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે બેન્ચ સમક્ષ ભારતીય બંધારણના અનુચ્છેદ 25નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ કલમ 'અંતરાત્માની સ્વતંત્રતા'ની વાત કરે છે. કામતે હાઈકોર્ટની ફુલ બેન્ચને કહ્યું, “આ (અંતરાત્માની સ્વતંત્રતા) શબ્દમાં ઘણું ઊંડાણ છે. કલમ 25નો સાર એ છે કે તે આસ્થાનું રક્ષણ કરે છે, ધાર્મિક ઓળખ અથવા કટ્ટરતાના પ્રદર્શનનું નહીં."

  કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને પડકારવામાં આવ્યો છે

  ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી બેન્ચે હિજાબ વિવાદ સાથે જોડાયેલા મામલાની સુનાવણી કરી હતી. કલમ 25 અંતરાત્માની સ્વતંત્રતા અને મુક્તપણે ધર્મનોા અબાધ રૂપને માનવા, આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા સાથે સંબંધિત છે. મુસ્લિમ છોકરીઓએ કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને પડકાર્યો છે જેમાં વિદ્યાર્થીઓને શાંતિ, સદ્ભાવના અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે તેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

  આ પણ વાંચો- Ukraine Crisis: ભારતની ચેતવણી બાદ યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા, ફ્લાઇટ ટિકિટના ભાવ બમણા થયા

  'કપાળ પર રુદ્રાક્ષ કે તિલક કરવું તે હિજાબ જેવું'

  વકીલના મતે રુદ્રાક્ષ ધારણ કરવું કે નામા (કપાળ પર તિલક કે સિંદૂર) લગાવવું એ એક જ પ્રકારની શ્રદ્ધા છે. આ હેઠળ લોકો ભગવાન દ્વારા સુરક્ષિત અને ભગવાન સાથે જોડાયેલા અનુભવે છે. તેમણે કહ્યું, “તે (હિજાબ)નો સામનો કરવા માટે, જો કોઈ વ્યક્તિ શાલ (કેસરીન શાલ) પહેરે છે, તો તેણે બતાવવું પડશે કે તે માત્ર ધાર્મિક ઓળખનું પ્રદર્શન છે કે તે કંઈક બીજું છે. શું તે આપણા વેદ, ઉપનિષદો દ્વારા હિન્દુ ધર્મ દ્વારા માન્ય છે?

  આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, આજે 1000થી પણ ઓછા કેસ નોંધાયા

  કર્ણાટકમાં હિજાબનો વિવાદ કેવી રીતે શરૂ થયો

  હિજાબ વિવાદ સૌપ્રથમ કર્ણાટકના ઉડુપીની એક કોલેજમાં શરૂ થયો હતો જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં છ છોકરીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી અને તેના જવાબમાં હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા ગમછા પહેરીને કૉલેજમાં આવ્યા હતા. આ પછી કુંદાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા હતા. ધીરે ધીરે આ વિવાદ રાજ્યના અન્ય ભાગોમાં ફેલાઈ ગયો જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ અને ઘણી જગ્યાએ હિંસા થઈ.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Hijab row, Karnataka high court, Karnataka news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन