2020ના આ વાયરલ વીડિયો, જેણે કોરોના કાળને પણ યાદગાર બનાવી દીધો

Bye Bye 2020: રસોડે મેં કૌન થા આ વીડિયોથી લઈને અનેક એવા વીડિયો જે 2020માં થયા સોશિયલ મીડિયા પર વાયરલ

Bye Bye 2020: રસોડે મેં કૌન થા આ વીડિયોથી લઈને અનેક એવા વીડિયો જે 2020માં થયા સોશિયલ મીડિયા પર વાયરલ

 • Share this:
  નવી દિલ્હીઃ 31 ડિસેમ્બર 2019ની સાંજે જ્યારે આપણે નવા વર્ષના આગમનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે 2020 આટલું બધું ઉથલપાથલથી ભરેલું હશે. વર્ષની શરૂઆત તો સારી રહી હતી, પરંતુ ફેબ્રુઆરી પસાર થતાં જ એક અજાણ્યા વાયરસે સમગ્ર દુનિયાને પોતાના સકંજામાં લેવાની તૈયારી કરી લીધી હતી. ભારતમાં પણ તેનાથી બચવાના ઉપાય કરવામાં આવ્યા. તેની શરૂઆત જનતા કર્ફ્યૂ (Janta Curfew)ના નામથી થઈ. ત્યારબાદ માર્ચ મહિનાના અંતમાં દેશભરમાં લૉકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી.

  કોઈને પણ જાણકારી નહોતી કે આવનારા મહિનાઓ ઘરમાં જ કેદ રહેવું પડશે. એવામાં કોઈએ આ સમયનો ઉપયોગ ઘણી ક્રિએટિવ રીતે કર્યો તો કોઈએ નવી શોધ પણ કરી નાખી. ખાલી સમયની ઉપજ થયેલી આ ક્રિએટિવિટીએ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આવા અનેક વીડિયો આપણી સામે આવ્યા, જેને વારંવાર જોવાથી રોકી ન શકાયા. આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ શૅર કરવામાં આવ્યા. આવો જાણીએ આવા જ કેટલાક વાયરલ વીડિયો (Viral Videos) વિશે જેણે 2020ને ખાસ બનાવી દીધું.

  રસોડે મેં કૌન થા? - ટીવી પર આવતી સીરિયલ સાથ નિભાના સાથિયાના એક સીનને પણ ગીતમાં ફેરવી દેવામાં આવ્યું, અને આવું કોઈએ વિચાર્યું નહીં હોય. સાઉન્ડ એન્જિનિયર યશરાજ મુખાતેએ ખાલી સમયનો ઉપયોગ આવી રીતે કર્યો. તેણે સીરિયલના બે પાત્ર ગોપી વહુ અને કોકિલાબેનના ડાયલોગ પર એક રેપ સોન્ગ વીડિયો બનાવી દીધો. આ વીડિયો ઘણો વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર તમામને એક જ સવાલ હતો રસોડે મેં કૌન થા?

  આ પણ વાંચો, મકાન કે ફ્લેટ ખરીદનારાઓ માટે ખુશખબરી! PM આવાસ યોજનાનો 31 માર્ચ 2021 પહેલા ઉઠાવો લાભ

  કોવિડ-19 દર્દીઓનો ડાન્સ- કોરોનાથી ડરે લોકોના જીવનમાંથી ખુશી જ દૂર કરી દીધી હતી. આ દરમિયાન કર્ણાટકના બલ્લારી હૉસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો, જેને તમામ લોકોએ ફરીથી મહામારીની વચ્ચે પોતાના વિશે વિચારવા પર મજબૂર કરી દીધા. આ વીડિયોમાં દર્દીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો.


  જ્યારે બાલ્કનીમાં આવીને કર્યું પર્ફોમ- ઈટલીમાં કેટલાક લોકોએ પોતાની બાલ્કનીને જ સ્ટેજ બનાવવાનો નિર્ણય કરી દીધો હતો. સિએનાના રસ્તાઓ પર પોતાની બાલ્કનીમાં ઊભા રહીને હજારો આઇસોલેટ લોકોએ ઇટાલિયન બલાડ પર પ્રદર્શન કર્યું. બીજી તરફ નેપલ્સમાં કેટલાક લોકોએ એબ્રેકેમ પર્ફોમ કર્યું. તેમાંથી કુલ 3-4 પરર્ફોમન્સ ખૂબ જ વાયરલ થયા હતા.


  વીડિયોમાં છોડવા વધતા જોવા મળ્યા- 90 લાખથી વધુ લોકોએ આ વીડિયોને જોયો. આ વીડિયોની ખાસ વાત છે કે ટાઇમ લેપ્સ. ટાઇમ લેપ્સના માધ્યમથી યૂઝરે છોડને વધતો, આકાર બદલતો અને નિખરતો દર્શાવ્યો. આ વીડિયોએ ઇવાન્કા ટ્રમ્પ અને એલન મસ્ક જેવી હસ્તીઓને પણ પોતાના પ્રશંસક બનાવી દીધા હતા.

  ગેરેજમાં ભણાવવા આવી ગઈ ટીચર - કોરોના વાયરસે બાળકોને તેમની સ્કૂલ અને સાથીઓ પણ છીનવી લીધા હતા. માતા-પિતા, ટીચર કે બાળકોની સામે માત્ર ડિજિટલ એજ્યૂકેશન જ એક રસ્તો બચ્યો હતો. એવામાં અનેક બાળકોએ બેદરકારીને કારણે પોતાના અભ્યાસનેુ પણ નુકસાન પહોંચાડ્યું. અમેરિકાના એક પિતાએ આ વાતનું ધ્યાન રાખીને એક ગેરેજમાં એક ટીચરનું કટઆઉટ તૈયાર કર્યું.


  આ પણ વાંચો, 50 લાખની ખંડણી ન મળતાં સગીર કાકાએ માસૂમ ભત્રીજાની કરી હત્યા, આવી રીતે થયો ખુલાસો

  આ કટઆઉટ ટીચરનો આકારનો હતો. તેઓએ ચહેરાની પાસે આઇપેડ લગાવી દીધું, જેથી દીકરી હંમેશા ટીચરની નજરમાં રહે. આ વીડિયોએ ઇન્ટરનેટ પર ઘણી વાહવાહી મેળવી.
  Published by:Mrunal Bhojak
  First published: