ભારતના આ ત્રણ ગામડા ફરવા જવા માટે શ્રેષ્ઠ, આંતરાષ્ટ્રીય સ્તરે UN World Tourism Awardsથી થયા સન્માનિત

ભારતના ત્રણ ગામડા ફરવા જવા માટે શ્રેષ્ઠ

ગામડા બાબતે પણ હવે ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે. ભારતમાં વિલેજ ટુરિઝમનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે.

 • Share this:
  શહેરની જીવનશૈલીમાં જીવ્યા પછી લોકો ગામડામાં રહેવું ગમતું નથી. દરેક વ્યક્તિને ગામમાં રહેવાનો આનંદ મળતો નથી. પણ જેઓને ગામડા પસંદ છે, તેઓ શહેરથી દૂર રહે છે. ગામડા બાબતે પણ હવે ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે. ભારતમાં વિલેજ ટુરિઝમનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ ભારતના ત્રણ ગામડાઓને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગામડાઓ પ્રવાસન માટે ખૂબ સારા વિકલ્પ બની શકે તેમ છે.

  માહિતી અનુસાર, આ તેલંગાણાના પોચમપલ્લી (Pochampally) ગામ, મેઘાલયના કોંગથોંગ ગામ (Kongthong) અને મધ્યપ્રદેશના લાધપુરા ખાસ ગામ (Ladhpura Khas)નો બેસ્ટ વિલેજ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  મધ્યપ્રદેશના લાધપુરા ખાસ ગામમાં શું છે ખાસ?

  મધ્ય પ્રદેશનું લાધપુરા ગામ ટીકમગઢ જિલ્લાની ઓરછા પ્રદેશમાં આવે છે. મધ્યપ્રદેશમાં ગ્રામીણ પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ આગામી પાંચ વર્ષમાં 100 ગામો વિકસાવવામાં આવશે. આ ગામને મળેલા એવોર્ડ બદલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંઘે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

  બેસ્ટ ટુરિઝમ વિલેજ'ની યાદીમાં સમાવિષ્ટ લાધપુરા ખાસ ગામ મધ્યપ્રદેશના પ્રવાસન શહેર ઓરછાથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલું છે. આ ગામનું વાતાવરણ દરેકને તેની તરફ આકર્ષે છે. અહીં ખૂબ જ શાંતિપૂર્ણ અને શુદ્ધ વાતાવરણ છે. જેના કારણે લોકો ઘણી શાંતિ અનુભવે છે. આ ગામમાં પ્રાચીન બુંદેલખંડી સંસ્કૃતિની ઝલક જોઈ શકાય છે. આ જ કારણે આ ગામ ઓરછા આવતા પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.

  મેઘાલયનું કોંગથોંગ

  યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા મેઘાલયના કોંગથોંગ ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજની શ્રેણીમાં નોમિનેટ કરવા બદલ મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ ખુશી વ્યક્ત કરી છે. આમ તો આ વિસ્તારમાં માવલીનોંગ ગામ ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ માવલીનોંગથી ત્રણ કલાકના અંતરે ખાટ-આર શ્નોંગ વિસ્તારમાં આવેલું કોંગથોંગ તેના આકર્ષક સુંદર દૃશ્યો માટે બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું છે. કોંગથોંગ ગામ શિલોંગથી 60 કિલોમીટર દૂર આવેલું છે. કોંગથોંગ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને અનન્ય સંસ્કૃતિ માટે જાણીતું છે. આ ગામને વ્હિસલિંગ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ એવા 12 ગામોમાં સમાવિષ્ટ છે, જ્યાં કોઈ પણ બાળકના જન્મ સાથે ખાસ પ્રકારનો અવાજ જોડાયેલો છે. આ અવાજ બાળક સાથે જીવનભર રહે છે.

  આ પણ વાંચોદાહોદ : વિચલીત-ચમત્કારિક Accident Video, જુઓ પહેલા જીવ અદ્ધર થઈ જશે, પછી થશે રાહત

  તેલંગણાનું પોચમપલ્લી

  તેલંગણાના યાદાદ્રી ભુવનગરી જિલ્લામાં પોચમપલ્લી આ ગામ આવેલું છે. આ સ્થળ તેના પરંપરાગત વણાટ માટે જાણીતું છે, જે ડાઇંગની ikat શૈલીનો ઉપયોગ કરે છે. આ ગામમાં હજારો લૂમ્સ છે. જે મોટા જથ્થામાં આ કાપડનું ઉત્પાદન કરે છે.
  First published: