કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન,'મોદી અને ઈમરાન વચ્ચે મેચ ફિક્સિંગ'

News18 Gujarati
Updated: March 8, 2019, 7:52 AM IST
કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન,'મોદી અને ઈમરાન વચ્ચે મેચ ફિક્સિંગ'
પત્રકારો સાથે વાત કરતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, પુલવામા હુમલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચેની એક ફિક્સિંગ મેચ હતો

પત્રકારો સાથે વાત કરતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, પુલવામા હુમલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચેની એક ફિક્સિંગ મેચ હતો

  • Share this:
કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે પુલવામા હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગુરૂવારે પત્રકારો સાથે વાત કરતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, પુલવામા હુમલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચેની એક ફિક્સિંગ મેચ હતો. તેમણે કહ્યું કે, જો તમે પુલવામા હુમલા બાદના ઘટનાક્રમ પર ધ્યાન આપો તો, તમને ખબર પડશે કે, પીએમ મોદી અને પાકિસ્તાન પીએ ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સિંગ હતી.

રાજ્યસભા સાંસદ હરિપ્રસાદ આટલે જ નથી રોકાતા, તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એ સ્પષ્ટ કરવું જોઈએ કે, પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સિંગ હતી. તેમની જાણકારી વગર આ હુમલો થઈ જ ન શકે.

તો બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે, તે બીકે હરિપ્રસાદના નિવેદન સાથે સંમત નથી. CNN-News18 પર કોંગ્રેસના પ્રવક્તા મોહમ્મદ ખાને કહ્યું કે, પાર્ટી બીકે હરિપ્રસાદના નિવેદનનું સમર્થન નથી કરતી. જ્યારે પુલવામા હુમલો થયો તો, અમે સરકાર સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો હતો.તો બીજેપી પ્રવક્તા નરેન્દ્ર તનેજાએ કહ્યું કે, બીકે હરીપ્રસાદે જે પણ કહ્યું, તે તેમની ટીપ્પણી છે, પરંતુ તેમણે આ પાર્ટી અધ્યક્ષ (રાહુલ ગાંધી)ના ઈશારે પર આ કહ્યું છે. હરિપ્રસાદ કોઈ સામાન્ય સભ્ય નથી.
First published: March 7, 2019
વધુ વાંચો
अगली ख़बर