ખુલાસો : રસી મૂકાવ્યા પછી પણ રહેશે કોરોના થવાનો ખતરો

ખુલાસો : રસી મૂકાવ્યા પછી પણ રહેશે કોરોના થવાનો ખતરો
પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિકોના મતે ઉતાવળે બજારમાં ઉતારવામાં આવનારી કોરોનાની રસીની એક મર્યાદા હશે.

 • Share this:
  લંડન : કોવિડ 19 સંક્રમિત (Coronavirus Infection) લોકોનો આંકડો વૈશ્વિક 81 લાખને પાર કરી ગયો છે. અનેક દેશોએ તાજેતરમાં લૉકડાઉન (Lockdown) પણ સમાપ્ત કરી દીધું છે, જ્યારે અનેક દેશ હવે નવા હૉટસ્પોટ (Corona Hotspot) તરીકે ઉભરી રહ્યા છે. આ દરમિયાન વેક્સીન બનાવવા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) સહિત અનેક લેબ્સ તરફથી વેક્સીન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ દરમિયાન વૈજ્ઞાનિકોને નવો ખતરો સતાવી રહ્યો છે. તેમણે કહ્યું છે કે ઉતાવળે બજારમાં ઉતારવામાં આવનારી રસી (Corona Vaccine)ની એક મર્યાદા હશે. શક્ય છે કે આ રસી વ્યક્તિને મોત કે ગંભીર હાલતથી બચાવી લેશે પરંતુ બીમાર થવાથી નહીં બચાવી શકે.

  આ અંગે ઇમ્પિરિયલ કૉલેજના પ્રોફેસર રોબિન શેટોક કહે છે કે, આ રસી કદાચ ચેપ સામે તમને સુરક્ષા પૂરી ન પાડે પરંતુ તે બીમારીને ગંભીર સ્વરૂપ સુધી લઈ જવાથી રોકી શકે છે. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે દુનિયાના અનેક દેશોએ વેક્સીન બનાવવા કે ખરીદવા પર લાખો ડોલર રૂપિયા લગાવી દીધા છે. હાલ વેક્સીનની માંગ એટલી છે કે નાની નાની ફાર્મા કંપનીઓને પણ ફન્ડિંગ મળી રહ્યું છે.  (Photo-pixabay)


  આ પણ વાંચો :  સામાન્ય ઝઘડામાં યુવક પર ચાર લોકો લાકડી લઈને તૂટી પડ્યા, ઘટના સીસીટીવીમાં કેદ

  હાલ અનેક કંપની આગામી બે-ત્રણ મહિનામાં બજારમાં દવા ઉતારવાનો દાવો કરી રહી છે. આ એવી કંપની છે જેમની દવાનું પ્રાણીઓ પર ટ્રાયલ સફળ રહ્યું છે, હવે તેઓ હ્યુમન ટ્રાયલ સ્તર પર છે. કહેવામાં આવી છે કે ટ્રાયલ દરમિયાન જો દવા ઇન્ફેક્શનને ગંભીર સ્વરૂપ ધારણ કરતા રોકવામાં સફળ રહેશે તો તેને માર્કેટમાં ઉતારી દેવામાં આવશે. આ દરમિયાન જ્યાં સુધી બીમારીમાંથી સંપૂર્ણ સાજા કરે તેવી દવાની શોધ ન થાય ત્યાં સુધી પ્રયોગ ચાલતા રહેશે.

   

  (Photo-pixabay)


  બીજી તરફ વેક્સીન ફક્ત દર્દીને ગંભીર થતો બચાવશે તો તેનાથી અફરાતફરી મચી શકે છે. કારણ કે વેક્સીન લીધા બાદ વ્યક્તિ એવું માનવા લાગશે કે તે સુરક્ષિત છે અને ભીડ અથવા સંક્રમિત લોકોનાં સંપર્કમાં આવશે તો તે બીમાર થઈ જશે. આથી વેક્સીન લીધા બાદ લોકો ભ્રમમાં ફરશે તો ખરાબ હાલત ઊભી થઈ શકે છે.

  આ પણ વાંચો : સ્કૂલ ફી માફીની માંગ સાથે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અનેક કાર્યકરોની અટકાયત

  સેન્ટ લુઇસમાં વૉશિંગટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક માઇકલ કિંચના જણાવ્યા પ્રમાણે આવી હાલત ઊભી થવાની પૂરી શક્યતા છે. વેક્સીન લેનાર વ્યક્તિ જો કોરોના પોઝિટવ થશે ત્યારે તેને નાના લક્ષણો વિશે ખબર પણ નહીં પડે. જે બાદમાં તે કોરોના વાહકનું કામ કરવા લાગશે. એટલે કે સંક્રમણ વધારે વધી શકે છે.

  વેક્સીન એક ખાસ કામ કરે છે. જે અંતર્ગત શરીરમાં નિષ્ક્રિય વાયરલ દાખલ કરવામાં આવે છે. આનાથી શરીરમાં એક એન્ટીબોડી તૈયાર થાય છે. બાદમાં જ્યારે પણ અસલી વાયરલ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એન્ટીબોડી અથવા ઇમ્યૂન પ્રોટીન શરીરમાં તેને પ્રવેશતા રોકે છે. આ રીતે આપણે બીમારી સામે સુરક્ષિત રહીએ છીએ.
  First published:June 16, 2020, 15:16 pm