Home /News /national-international /Layoffs: ફેસબુક ફરી કર્મચારીઓને કાઢશે, બીજા તબક્કામાં 10,000 કર્મચારીઓની નોકરી જશે

Layoffs: ફેસબુક ફરી કર્મચારીઓને કાઢશે, બીજા તબક્કામાં 10,000 કર્મચારીઓની નોકરી જશે

મેટામાં આ છટણી બીજી વખત કરશેે

Facebook Layoffs : ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુકે મંગળવારે કહ્યું કે, તે 10,000 જેટલા કર્મચારીઓને નોકરીઓમાંથી નીકાળશે.

Layoffs News: ટેક કંપનીઓના કર્મચારીઓની છટણીના વાદળો હજુ દૂર થયા નથી. વેટરન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા એટલે કે ફેસબુક (Facebook Layoffs) એ કંપનીમાં છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુકે મંગળવારે કહ્યું કે, તે 10,000 નોકરીઓમાં કાપ મૂકશે. આ સાથે, ફેસબુક એવી પ્રથમ વિશાળ કંપની છે, જેણે, આર્થિક મંદીના ભય વચ્ચે છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે. અગાઉ 4 નવેમ્બરે મેટાએ 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

છટણીના આ સમાચારને કારણે મેટાના શેર 6% વધ્યા હતા. કારણ કે, કંપનીમાં રિસ્ટ્રક્ચરિંગને કારણે બજેટ અને ખર્ચમાં ઘટાડો થશે અને તેનો ફાયદો નફાના મોરચે થશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું કે, કંપની તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા જઈ રહી છે.

CEO ઝુકરબર્ગે સંદેશમાં ખેદ વ્યક્ત કર્યો હતો

કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે, તે તેની ભરતી ટીમનું કદ ઘટાડશે અને એપ્રિલના અંતમાં તેના ટેક્નોલોજી જૂથમાં વધુ લોકોને છૂટા કરશે. તે પછી, મેના અંતમાં, વેપારી જૂથના લોકોને બરતરફ કરવામાં આવશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝકરબર્ગે કહ્યું, "તે મુશ્કેલ હશે પરંતુ બીજો કોઈ રસ્તો નથી."

આ પણ વાંચો : કોરોના વાયરસ જેવા દરેક વાયરસ સામે લડશે આ અનોખી રસી, વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સંશોધન, જલ્દી મળશે સફળતા!

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું કે, "મને લાગે છે કે, આ નવી આર્થિક વાસ્તવિકતા ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે તેવી સંભાવના માટે આપણે પોતાને તૈયાર કરવી જોઈએ." કંપનીએ ગયા વર્ષે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર તેના લગભગ 13 ટકા કર્મચારીઓની છટણી કરી હતી, જેના કારણે 11,000 લોકો બેરોજગાર થયા હતા.

તમને જણાવી દઈએ કે, વધતા વ્યાજ દરોના કારણે આર્થિક મંદીની ચિંતાને કારણે અમેરિકામાં ઘણી મોટી કંપનીઓએ મોટા પાયે નોકરીઓમાં કાપ મૂક્યો છે. આમાં ગોલ્ડમૅન સૅશ અને મોર્ગન સ્ટેનલી જેવી વૉલ સ્ટ્રીટ બૅન્કોથી લઈને Amazon.com અને Microsoft સહિતની મોટી ટેક ફર્મ્સ સુધીની શ્રેણી છે.
First published:

Tags: Facebook, Meta, Naukri

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો