ઉત્તર પ્રદેશમાં રસ્તા પર નમાજ અને આરતી કરવા પર લાગશે પ્રતિબંધ

તંત્રના આ નિર્દેશ બાદ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીએ લોકોને અપીલ કરી છે કે આ મુદ્દાને રાજનીતિક રંગ ન આપવામાં આવે.

News18 Gujarati
Updated: August 14, 2019, 8:01 AM IST
ઉત્તર પ્રદેશમાં રસ્તા પર નમાજ અને આરતી કરવા પર લાગશે પ્રતિબંધ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 14, 2019, 8:01 AM IST
ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે રસ્તા પર નમાજ અને આરતીને લઇને અલીગઢ અને મેરઠના નિયમો લાગુ કરશે. સાર્વજનિક સ્થળો પર આવું કરવાનો પ્રતિબંધ લાગશે. જાહેરમાં નમાજ અને આરતીથી લોકોને મુશ્કેલીઓ પડે છે. તો 15મી ઓગસ્ટને ધ્યાને રાખી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ એલર્ટ અંતર્ગત હાઇ રિસ્ક એરિયામાં બોમ્બ સ્ક્વોડ, સ્નાઇપર ડોગ, એન્ટી સબોટાજ ચેકિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભીડવાળી જગ્યાએ મોલ્સ, રેલવે અને બસ સ્ટેશન પર ચેકિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઓફિસરોને ફૂટ પેટ્રોલિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બકરાને કપાતુ નથી જોઇ શકતા આ બાળકો, કંગનાની બહેને શેર કર્યો VIDEO

શું છે આ અલીગઢ મોડલ

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા પ્રશાસને સડર પર કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજન પર રોક લગાવી દીધી છે. હવે અલીગઢના રસ્તા પર ન તો નમાજ પઢવામાં આવશે અને ન તો આરતી અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. જો કે ઇદ પર નમાજ પઢવાને લઇને આ પ્રકારનો પ્રતિબંધ નહીં લાગે.

આ સંબંધમાં અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ સીબી સિંહનું કહેવું છે કે જિલ્લાના રસ્તા પર વગર મંજૂરીએ કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજન કરી નહીં શકાય. તેઓએ કહ્યું કે મે એવા લોકો સાથે વાત કરી છે જેઓ આ પ્રકારનું આયોજન કરે છે. આવા આયોજનથી કાયદાવ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં.
Loading...

ધર્મગુરુઓની અપીલ, રાજનીતિક રંગ ન આપે

તંત્રના આ નિર્દેશ બાદ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીએ લોકોને અપીલ કરી છે કે આ મુદ્દાને રાજનીતિક રંગ ન આપવામાં આવે. અન્ય ધર્મો સાથે પણ આવું થાય છે જ્યારે મંદિરોમાં લોકોની સંખ્યા વધુ થાય છે તો લોકો બહાર ઉભા રહીને પ્રાર્થના કરે છે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...