ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ- રામ મંદિર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, દલિત સમાજમાંથી હંમેશા એક ટ્રસ્ટી રહેશે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ- રામ મંદિર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, દલિત સમાજમાંથી હંમેશા એક ટ્રસ્ટી રહેશે
અમિત શાહ (ફાઇલ તસવીર)

લોકસભા (Lok Sabha)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યુ કે 9 નવેમ્બરના રોજ ફેંસલો આવ્યા બાદ તમામ દેશવાસીઓએ ખૂબ પરિપક્વતાનું ઉદાહરણ આપ્યું હતું. આ માટે હું દેશવાસીઓની પ્રશંસા કરું છું.

 • Share this:
  નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ લોકસભા (Loksabha)માં રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી જાહેરાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ અંગે વધારાની જાણકારી આપી હતી. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, "શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 15 ટ્રસ્ટી હશે. જેમાંથી એક ટ્રસ્ટી હંમેશા કોઈ દલિત સમાજમાંથી હશે. સામાજિક સૌહાર્દને મજબૂત કરતા આ અભૂતપૂર્વ નિર્ણય માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું."

  અમિત શાહે લખ્યું, "આ ટ્રસ્ટ મંદિર સાથે જોડાયેલો તમામ નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે અને 67 એકર જમીન ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે કરોડો લોકોનો સદીઓની પ્રતિક્ષા બહુ ઝડપથી સમાપ્ત થશે. તેઓ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના ફરીથી દર્શન કરી શકશે."  વડાપ્રધાન મોદીને અમિત શાહે પાઠવ્યા અભિનંદન

  ગૃહમંત્રીએ લખ્યું કે, "શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા બતાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે."  અમિત શાહે વધુ એક ટ્વિટમાં લખ્યું કે, "ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના મંદિર પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટિ કોટિ અભિનંદન પાઠવું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે ખુશી અને ગૌરવનો દિવસ છે."

   

  મંત્રીમંડળે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચના અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી

  કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે યોજાયેલી બેઠકમાં 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ તેમજ આ સંદર્ભે નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હશે. વડાપ્રધાન મોદીએ બુધવારે સંસદમાં આ અંગેની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સરકારે અયોધ્યા કાનૂન અંતર્ગત અધિગ્રહિત 67.70 એકર જમીન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને હસ્તાંતરિક કરવાનો નિર્ણય કર્યો છે.
  Published by:News18 Gujarati
  First published:February 05, 2020, 13:57 IST

  ટૉપ ન્યૂઝ