રસ્તા વચ્ચે બંન્ને પત્નીઓ વચ્ચે પહેલા થઈ મારઝૂડ, પછી પતિએ બંને પત્નીઓને ચંપલથી મારી
પતિને જોવા આવેલી બે પત્નીઓ વચ્ચે સામ-સામે બોલાચાલી થતાં બંને વચ્ચે મારામારી થઈ હતી.
ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લાની લોહિયા જિલ્લા હોસ્પિટલમાં ત્યારે હોબાળો થયો, જ્યારે બે મહિલાઓએ એકબીજાને મારવાનું શરૂ કર્યું. બંને એકબીજા પર તૂટી પડ્યા અને એકસાથે આવેલા વ્યક્તિએ મહિલાઓ પર ચપ્પલનો વરસાદ કર્યો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં આ અજીબો ગરીબ કિસ્સો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ફરુખાબાદ: ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લાની લોહિયા જિલ્લા હોસ્પિટલમાં ત્યારે હોબાળો થયો, જ્યારે બે મહિલાઓએ એકબીજાને મારવાનું શરૂ કર્યું. બંને એકબીજા પર તૂટી પડ્યા અને એકસાથે આવેલા વ્યક્તિએ મહિલાઓ પર ચપ્પલનો વરસાદ કર્યો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં આ અજીબો ગરીબ કિસ્સો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બંને પત્ની ઝઘડી પડી
કહેવાય છે કે અહીં પતિને જોવા માટે સામસામે આવી ગયેલી બે પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધતો જોઈ પતિ પણ ત્યાં પહોંચી ગયો અને અંતે બંને પત્નીઓને માર માર્યો. મહિલાઓની આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોહલ્લા મૌ દરવાજાના રહેવાસી દેવેન્દ્ર કુમારને ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની બે પત્નીઓ છે, જેમના નામ કિરણ અને પુષ્પા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવેન્દ્રને જોવા માટે બંને પત્નીઓ ગુરુવારે એકસાથે લોહિયા હોસ્પિટલ પહોંચી હતી. કિરણ અને પુષ્પા ઇમરજન્સી રૂમની સામે જ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વણસી જતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં દેવેન્દ્ર પણ હોસ્પિટલની બહાર આવી ગયો હતો. બંને વચ્ચેની લડાઈનો તમાશો જોતો તે થોડીવાર ઉભો રહ્યો હતો. પછી બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તે ન માની તો દેવેન્દ્રએ બંને પત્નીઓને ચપ્પલ વડે માર માર્યો. તે પછી બંને એકબીજાને ધમકી આપીને ચાલ્યા ગયા હતા.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર