Home /News /national-international /ગાર્ડે જ લીધી ‘સોપારી’; ચૂંટણી મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, લાઠીચાર્જમાં મહિલાઓ ઈજાગ્રસ્ત

ગાર્ડે જ લીધી ‘સોપારી’; ચૂંટણી મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, લાઠીચાર્જમાં મહિલાઓ ઈજાગ્રસ્ત

ચૂંટણી મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી

સોસાયટીના ગાર્ડ્સ અને રહીશો વચ્ચે વિવાદ, હંગામો અને મારપીટની વધુ એક ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો વચ્ચે બે જૂથ પડી ગયા હતા. અગાઉ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનમાં જે સભ્યો સામેલ હતા, તેમણે ચૂંટણી વગર જ પોતાને નવી ટર્મ માટે વિજેતા જાહેર કરી દિધાનો આરોપ છે.

વધુ જુઓ ...
    નોઈડામાં સોસાયટીના ગાર્ડ્સ અને રહીશો વચ્ચે વિવાદ, હંગામો અને મારપીટની વધુ એક ઘટના સામે આવી છે. નોઈડાના સેક્ટર 78માં આવેલી હાઈડ પાર્ક સોસાયટીમાં ગુરુવારની રાત્રે ભારે ઘર્ષણ થયું. એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો વચ્ચે બે જૂથ પડી ગયા હતા. અગાઉ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનમાં જે સભ્યો સામેલ હતા, તેમણે ચૂંટણી વગર જ પોતાને નવી ટર્મ માટે વિજેતા જાહેર કરી દિધાનો આરોપ છે.

    આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે શું સ્થિતિ રહી હશે. નવા એઓએની ટીમે સોસાયટીની જૂની સિક્યોરિટી એજન્સીને હટાવી દીધી છે અને નવી સિક્યોરિટી એજન્સીને મૂકી દીધી છે. તેમજ મારપીટમાં સોસાયટીની મહિલાઓને ઈજા થઈ હતી, જેમને પોલીસે ડૉક્ટર પાસે મોકલ્યા હતા. સોસાયટીના લોકોએ પોલીસના ગાર્ડ્સ અને પૂર્વ એઓએની ટીમની વિરુદ્ધ ફરિયાદ કરી છે.

    #WATCH | UP: Two groups of people supporting different candidates for post of Apartment Owners Association President of Noida's Hyde Park society got into a clash yesterday. 2 women had minor injuries. Complaint registered, 2 guards detained: DCP Noida



    આ પણ વાંચોઃ તહેવારોની સિઝનમાં સોનાની તસ્કરી વધી, વેપારીએ પેન્ટની અંદર લાખો રૂપિયાનું સોનુ છૂપાવી રાખ્યું હતું

    મારપીટમાં મહિલાઓ ઈજાગ્રસ્ત


    સોસાયટીના રહીશો અને ગાર્ડ્સ વચ્ચે થયેલા ઝઘડામાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. તેમનો આરોપ છે કે જે જૂથે પોતાને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનની નવી ટર્મ માટે વિજેતા જાહેર કર્યા છે, તેમણે જ ગાર્ડ્સને વિરોધી જૂથ સાથે મારપીટ કરવા કહ્યું હતું. આ ઘટનાક્રમ બાદ નોઈડાના સેક્ટર 113ના પોલીસ સ્ટેશનમાં ગાર્ડ્સ અને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનના સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મારપીટના આરોપમાં બે ગાર્ડ્સની ધરપકડ કરી છે. વિવાદ બાદ સોસાયટીએ સિક્યોરિટી એજન્સી પણ બદલી નાખવી પડી.

    મીટિંગની વચ્ચે ગાર્ડ પહોંચ્યા અને મારપીટ કરવા લાગ્યા


    હાઈડ પાર્ક સોસાયટીમાં રહેતા અજય પાઠકે જણાવ્યું કે, પૂર્વ એઓએની ટીમ ચૂંટણી વગર જ પોતાને નવી ટર્મ માટે વિજેતા જાહેર કરી દીધા હતા. વિરોધ કરવા પર સોસાયટીના ગાર્ડ દ્વારા અહીં રહેતા લોકો પર હુમલો કરાવવામાં આવી રહ્યો છે. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સોસાયટીની રહેવાસી મહિલાએ જણાવ્યું કે સોસાયટીમાં મીટિંગ ચાલી રહી હતી, ત્યારે અચાનક પૂર્વ એઓએની ટીમના કહેવા પર સોસાયટીના ગાર્ડ આવ્યા અને મીટિંગ કરી રહેવા રહેવાસીઓ પર હુમલો કરી દીધો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: By election, Fight, Noida

    विज्ञापन
    विज्ञापन