અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થવાનો ખતરો! રશિયાએ આ વિસ્તારમાં મોકલી સેના

પ્રતિકાત્મક તસવીર

રશિયાના પૂર્વ વિસ્તારોમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ પુટિનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા છે.

 • Share this:
  અમેરિકા અને ચીનની વચ્ચ સતત તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે રશિયાએ પોતાના સૈનિકોની તૈનાત વધારવાનો નિર્ણય કર્યો છે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેર્ઇ શોઇગૂએ ગુરવારે કહ્યું કે રશિયા ક્ષેત્રમાં વધતા તણાવને જોતા તે પૂર્વ વિસ્તારમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારશે. રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે પૂર્વ ચીન સાગરમાં સ્થિત રશિયાના નેવલ બેસ વ્લાદિવોસ્તોક પર રશિયા સેનાની સંખ્યા વધારશે. આ બેઝ દ્વારા રશિયા પ્રશાંત મહાસાગર, પૂર્વી ચીન સાગર અને ફિલીપીસ ખાડી ક્ષેત્રો પર નજર રાખી શકશે.

  રશિયાના રક્ષા મંત્રાલયની વેબસાઇટ મુજબ, સર્ગર્ઇ શોઇગૂ કહ્યું કે પૂર્વી ક્ષેત્રમાં તણાવ વધતા સૈનિકોની સંખ્યા અહીં વધારવામાં આવશે. પણ તેમણે આ નિવેદનમાં કોઇ પણ દેશનું નામ નથી લીધું. તમને જણાવી દઇએ કે જે નવા ખતરાની વાત તે કરી રહ્યા છે તે વિષે તેમણે સ્પષ્ટ રીતે તો કંઇ નથી કહ્યું પણ જાણકારો ચીનથી લાગેલી આ સીમા અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં વધતા તણાવથી રશિયા ચિંતત છે અને પોતાના હિતોની સુરક્ષા માટે અહીં સૈનિકોની ઉપસ્થિતિ વધારવાની વાત કરી રહ્યું છે.

  મોસ્કોના કાર્નેગી સેન્ટરના જાણકાર અલેક્ઝાન્ડર ગબ્યૂવનું માનીએ તો રશિયા તે સુનિશ્ચિત કરવા માંગે છે કે અથડામણ શરૂ થાય ત્યારે તેની પાસે પર્યાપ્ત સૈન્ય ક્ષમતાઓ હાજર હોય. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં અમેરિકા અને ચીનની વચ્ચે નૌસૈનિક ટકરાવ થવાનો છે. રશિયા તેને પોતાના રક્ષાહિત તરીકે નથી જોતો. ત્યારે તે આ ક્ષેત્રમાં પોતાની વાયુસેના, થલ સેના અને નૌસૈનાની તાકાત વધારી રહ્યો છે.

  વધુ વાંચો : એમેઝોનએ લૉન્ચ કર્યો T-20 એક્સપીરિયન્સ સ્ટોર! સ્માર્ટફોન સહિત TV અને પ્રોજેક્ટર પર ભારે છૂટ

  પૂર્વ ક્ષેત્રમાં સૈનિકોની તાકાત વધારીને રશિયાના તેના પારંપરિક દુશ્મન અમેરિકાને સીધો સંદેશ આપવા માંગે છે ત્યાં જ બીજી તરફ વ્લાદિવોસ્તોક શહેર પર ચીને કરેલા દાવાને લઉને પણ તે સખ્તી બતાવવા માંગે છે. અમેરિકા આ ક્ષેત્રમાં જાપાનની મદદથી પોતાની સૈન્ય ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે. તેના જંગી જહાજ સાઇથ ચાઇના સી ને ઇસ્ટ ચાઇના સીના ચક્કર લગાવી રહ્યું છું. તેવામાં ચીન અને રશિયા બંને દેશોને સતર્ક રહેવાની જરૂર છે.  રશિયાના પૂર્વ વિસ્તારોમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની વિરુદ્ધ કડક વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યો છે. ચીન સીમા પાસે સ્થિતિ ખરાબ છે. અહીંનું ખાબરોવસ્ક શહેર આ ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. આ શહેરથી એક સ્થાનિક રાજનૈતિક નેતાની ધરપકડ પછી મોટો પ્રદર્શન આ વિસ્તારમાં થયા છે. અને તેવામાં રશિયા સેનાના દમ પર આ વિરોધીઓ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે  છે.
  Published by:Chaitali Shukla
  First published: