Home /News /national-international /Heavy Rainfall Alert: આગામી 4 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Heavy Rainfall Alert: આગામી 4 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમુક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે - ફાઇલ તસવીર

Heavy rainfall alert: આગામી ચાર દિવસ સુધી દક્ષિણના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ જોર ઘટવાની આશંકા છે.

    નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ, દેશમાં ચોમાંસાની સ્થિતિ સામાન્ય છે અને આગામી 48 કલાક બાદ પૂર્વી છેડેથી દક્ષિણની તરફ જવાની સંભાવના છે. આ સાથે જ ચક્રવાત પરિભ્રમણનું સ્તર દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગમાં સ્થિત છે. જે મધ્ય ટ્રેફોસ્પિયર સુધી ફેલાયેલું છે. બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ભાગમાં ડિપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. આ બધી અસરોને કારણે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે આઈએમડીએ કહ્યુ છે કે, ઉત્તર-પશ્ચિમમાં આગામી પાંચ દિવસ સુધી ધીમો વરસાદ પડશે. પરંતુ 8 સપ્ટેમ્બરથી પૂર્વીય દરિયાકિનારાના વિસ્તારો અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

    કેરળમાં આગામી ચાર દિવસો સુધી વરસાદની આગાહી


    હવામાન વિભાગના અનુસાર, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તાર, રોયલસીમા, તમિલનાડુ, પોંડિચેરી, કરાઈલકલમાં 8 સપ્ટેમ્બર સુધી અને તેલંગાણા, કર્ણાટક તથા કેરળમાં આગામી ચાર દિવસ સુધી મધ્યમથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે છાંટા અને વીજળી પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈલકલમાં 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. ત્યારે કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારો અને દક્ષિણના આંતરિક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ પૂર કે ભારે વરસાદથી થયો છે પાક બરબાદ, જાણો  વળતરની પ્રકિયા?

    રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે


    આઈએમડીએ કહ્યુ કે, પૂર્વીય મધ્ય પ્રદેશમાં 8 સપ્ટેમ્બરે અને છત્તીસગઢ, વિદર્ભ અને મરાઠાવાડમાં કેટલાક વિસ્તારોમાં 8થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઓડિશા, કોંકણ, ગોવા અને મધ્યપ્રદેશમાં 10 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ જગ્યાએ પર 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ, ગર્જના સાથે છાંટા અને વીજળી પડવાની આશંકા છે. આ સાથે પૂર્વોતર ભારતના આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરાના અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના


    આઈએમડીએ કરેલી આગાહી અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારત એટલે પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બલ્ટિસ્થાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વી રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર ધીમું રહેશે. અલગ-અલગ જગ્યા પર વરસાદમાં ઘટાડો થશે. જો કે, ઉત્તરાખંડમાં હજુ કેટલાંક દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના છે.

    આ પણ વાંચોઃ IMDનું એલર્ટઃ 4 દિવસ ભારે વરસાદ રહેશે

    બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન સર્જાશે


    હવામાન વિભાગના અનુસાર, 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. છૂટાછવાયાં સ્થળો પર કડાકાભડાકા સાથે ઝરમર અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીના અનુસાર રાજધાની દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બરે ગર્જના સાથે વરસાદ પડી શકે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Heavy rain, Heavy rainfall, IMD

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन