Home /News /national-international /

આનંદો! ગાડી ચલાવતા હવે નહી રાખવા પડે જરૂરી કાગળ, સરકારે આપી મોટી રાહત

આનંદો! ગાડી ચલાવતા હવે નહી રાખવા પડે જરૂરી કાગળ, સરકારે આપી મોટી રાહત

ટ્રાફિક પોલીસ (પ્રતિકાત્મક તસવીર)

હવે તમે ડ્રાઈવિંગ કરતા સમયે લાયસન્સ ના હોવાના કારણે પોલીસથી ટ્રાફિક પોલીસને ભાગવાની જરૂર નહી રહે.

    હવે તમે ડ્રાઈવિંગ કરતા સમયે લાયસન્સ ના હોવાના કારણે પોલીસથી ટ્રાફિક પોલીસને ભાગવાની જરૂર નહી રહે. કારણ કે, કેન્દ્ર સરકારે લોકોને ડાઈવિંગ લાયસન્સ, પીયુસી સર્ટી, આરસી, વીમો વગેરે કાગળોની વાસ્તવીક કોપી રાખવામાંથી રાહત આપી દીધી છે.

    કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટના નિયમ 139 હેઠળ આ સંશોધનને પસાર કરી દેવામાં આવ્યું છે. જેને લઈ સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધુ છે. હવે તમારી પાસે ગાડી સાથે જોડાયેલા કાગળોની માત્ર ઈલેક્ટ્રોનિક કોપી છે તો તમારે પહેલાની જેમ કોઈ પણ પ્રકારનું ચલમ નહી ભરવું પડે.

    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, જો ટ્રાફિક પોલીસ અથવા પોલીસ વર્દીમાં કોઈ પણ પોલીસ અધિકારી તમારી પાસે કાગળ માંગે છે તો જરૂરી નથી કે તમારે તે કાગળ દેખાડવા પડે.

    તમે માત્ર ઈલેક્ટોનિક્સ કોપી પણ દેખાડી શકો છો. 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલી નોટિફેકિશન બાદ હવે પોલીસકર્મીના શોષણનો શિકાર થઈ રહેલા સામાન્ય માણસો બચી શકશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Driving, Need, PAPER, Time, ટ્રાફિક પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन