Home /News /national-international /7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે DA માં 4% નો વધારો કર્યો

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે DA માં 4% નો વધારો કર્યો

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees)ને હોળી પછી મજા પડી ગઇ છે. જો તમે પણ વધેલા પગારની રાહ જોઈ રહ્યા છો તો તમારા ખાતામાં મોટી રકમ આવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે. હવે 4%નો વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે. અગાઉ જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો હતો.

છેલ્લા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ગ્રાહક ભાવ સૂચકાંક વચ્ચે ફુગાવાનો આંકડો 4.4 ટકા વધ્યો છે. તેથી જ તેમાં 4 ટકાનો વધારો થયો છે. હવે મોંઘવારી ભથ્થું 42 ટકાના દરે ચૂકવવામાં આવશે. જાન્યુઆરી સુધી તેને 38 ટકાના દરે પગાર મળતો હતો. આગામી ડીએમાં વધારો જુલાઈ મહિનામાં થશે.

આ પણ વાંચો: લોકસભાનું સભ્ય પદ જતા રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા- ‘દરેક કિંમત ચૂકવવા તૈયાર’

મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ભલામણો અનુસાર વધારવામાં આવે છે. લેબર બ્યુરો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW) ના આધારે ગણતરી કરે છે કે જે પ્રમાણમાં ફુગાવો વધ્યો છે, તે જ પ્રમાણમાં મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે.

પગારમાં કેટલો વધારો થશે?

ડીએની ગણતરી મૂળભૂત પગારના આધારે કરવામાં આવે છે. ડીએમાં વધારાથી કર્મચારીઓના ઘરેથી પગારમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકારના કર્મચારીને દર મહિને 25,500 રૂપિયાનો મૂળ પગાર મળે છે. 38 ટકાના દરે તેમનું મોંઘવારી ભથ્થું રૂ. 9,690 હતું. હવે ડીએ વધીને 42 ટકા થવાથી તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,710 રૂપિયા મળશે. એટલે કે હવે તેમનો પગાર દર મહિને રૂ. 10,710 – 9,690 = રૂ. 1,020 વધશે.
First published:

Tags: 7th pay commission, Govt employee DA hike, Seventh pay commission

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો