Home /News /national-international /EXCLUSIVE: કરતારપુર કોરિડોરનો ખોટો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન!

EXCLUSIVE: કરતારપુર કોરિડોરનો ખોટો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન!

ગુરુદ્વારા કરતારપુર સાહિબ

સૂત્રો મુજબ, ગુરુદ્વારા કરતારપુર સાહિબ દ્વારા પાકિસ્તાન શીખ સમુદાયની ભાવનાઓ સાથે રમવા માંગે છે

    કરતારપુર કોરિડોરને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. સીએનએન ન્યૂઝ18ને જાણકારી મળી છે કે, પાકિસ્તાન આ ધાર્મિક સ્થળનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માંગે છે. તેના દ્વારા પાકિસ્તાન શીખ સમુદાયની સાથે તાલમેલ વધારવાની ફિરાકમાં છે. આ જાણકારી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાતની વચ્ચે વાતચીત પર આધારિત છે.

    સૂત્રો મુજબ, ગુરુદ્વારા કરતારપુર સાહિબ દ્વારા પાકિસ્તાન શીખ સમુદાયની ભાવનાઓ સાથે રમવા માંગે છે, જેના કારણે તેઓ આવનારા સમયમાં તેનો ફાયદો ઉઠાવી શકે. પાકિસ્તાનને લાગે છે કે આ કોરિડોરના ખૂલવાથી ભારતના વધુને વધુ શીખ શ્રદ્ધાળુ ત્યાં આવશે. એવામાં પાકિસ્તાન અહીં ધર્મના નામે વધુ વિદેશી ફંડ એકત્ર કરી શકશે.

    એટલું જ નહીં સૂત્રોનું માનીએ તો કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદ પાકિસ્તાન રાવી નદીથી વધુ પાણીની માંગ ભારતને કરી શકે છે. ભારત ના પાડશે તો પાકિસ્તાન શીખ સમુદાયની ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે એવામાં ખાલિસ્તાન આંદોલનને પણ ફાયદો મળી શકે છે.

    વર્ષ 1947થી જ કેટલાક શીખ નેતા અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચેલા પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુની અહીં એક ખાલિસ્તાન અલગતાવાદી નેતાની સાથે તસવીર પણ વાઇરલ થઈ હતી.

    આ પણ વાંચો, પાક.ના વિદેશ મંત્રીએ કહ્યું- કરતારપુર પર ઈમરાને ગુગલી  ફેંકી અને ફસાઈ ગયું ભારત

    રાવી નદી ભારતના પશ્ચિમ અને ઉત્તરી ભાગની વચ્ચેથી વહેતી તે નદી જે ભારતની સાથોસાથ પાકિસ્તાનની જમીનને પણ સીંચે છે. કેન્દ્ર સરકારે આ પાણીને રોકવાનું મન મનાવી લીધું છે. તેના માટે ત્રણ ડેમ બાંધવાની પણ યોજના છે.

    ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન બંને સરહદોમાં કરતારપુર કોરિડોરનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અહીં કાશ્મીરનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો જેની પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો.

    શીખ ગુરુએ 1522માં તેની સ્થાપના કરી હતી. પહેલું ગુરુદ્વારા, ગુરુદ્વારા કરતારપુર સાહિબ અહીં બનાવવામાં આવ્યું હતું જ્યાં માનવામાં આવે છે કે ગુરૂનાનક દેવજીએ અંતિમ દિવસો પસાર કર્યા હતા. ભારતના શીખ શ્રદ્ધાળુ વિઝા વગર અહીં જઈ શકશે. માત્ર 6 મહિનામાં જ આ કોરિડોરનું કામ પૂરૂં કરી દેવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Kartarpur, Khalistan, આતંકવાદ, પાકિસ્તાન, ભારત

    विज्ञापन
    विज्ञापन