મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, સરકાર 'લવ જેહાદ'ના કાયદા પર વિચાર કરી રહી છે. જેમાં વિવિધ રાજ્યોના કાયદાઓ જોયા બાદ 'લવ જેહાદ' પર સ્ટડી કરીને કાયદો બનાવવાનું નક્કી કરવામાં આવશે.
મુંબઇ: દિલ્હીમાં થયેલા શ્રદ્વા હત્યાકાંડ બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ દેવેન્દ્ર ફડણવીસનું મોટુ નિવેદન સામે આવ્યું છે. જેમાં દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્વા વાલકરના પિતા વિકાસ વાલકરથી મુલાકાત કર્યા બાદ 'લવ જેહાદ'ના વિરુદ્વ કાયદો બનાવવા પર સરકાર વિચાર કરી રહી છે તેવુ જણાવ્યું હતુ. ફડણવીસે આ નિવેદન શ્રદ્વા વાલકરના પિતા સાથે મુલાકાત કર્યા બાદ આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે, શ્રદ્વા મર્ડર કેસમાં તેના લીવ ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા પર એવા આરોપો છે કે, પહેલા તેણે શ્રદ્વાની ક્રુરતાથી હત્યા કરીને તેની બોડીના ટુકડા કરી દીધા હતા. આ કેસને 'લવ જેહાદ'થી પણ જોડવામાં આવ્યો છે. ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એવુ કહેવું છે કે, હાલ સરકાર તરફથી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ અમે બીજા રાજ્યો દ્વારા બનાવેલા કાયદાઓ પર સ્ટડી કર્યા બાદ 'લવ જેહાદ' પર નવો કાયદો બનાવવાનો નિર્ણય લઈશુ. જોકે, દેશમાં 'લવ જેહાદ' વિરુદ્વ વિવિધ કાયદાઓ પણ બનાવવામાં આવેલા છે.
વિવિધ નેતાઓએ શ્રદ્વા હત્યાકાંડને 'લવ જેહાદ' સાથે સરખાવેલો
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, સરકાર 'લવ જેહાદ'ના કાયદા પર વિચાર કરી રહી છે. જેમાં વિવિધ રાજ્યોના કાયદાઓ જોયા બાદ 'લવ જેહાદ' પર સ્ટડી કરીને કાયદો બનાવવાનું નક્કી કરવામાં આવશે. જોકે, દેશમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓ પણ લાગુ કરી દેવામાં આવ્યા છે.
શ્રદ્વા મર્ડર કેસને વિવિધ નેતાઓએ પણ 'લવ જિહાદ'ની સાથે સરખાવ્યો છે.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, સરકાર 'લવ જિહાદ'ના કાયદા પર વિચાર કરી રહી છે. જેમાં વિવિધ રાજ્યોમાં બનાવવામાં આવેલા કાયદાઓનું અભ્યાસ કરી તેના પર નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના બિજેપી વિધાયક રામ કદમ દ્વારા શ્રદ્વા મર્ડર કેસ પર લગાવેલા 'લવ જિહાદ' એન્ગલ પર પણ પુછપરછ કરવાની પણ માંગ કરી છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ પણ શ્રદ્વા મર્ડર કેસને 'લવ જિહાદ' સાથે જોડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર