મુંબઈમાં વધુ એક ફૂટઓવર બ્રિજ ધરાશાયી, રાહત-બચાવ કાર્ય શરૂ

ગત મહિને મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા

ગત મહિને મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા

  • Share this:
    મહારાષ્ટ્રના નવી મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના વાશી વિસ્તારની છે. સૂત્રો અનુસાર, ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. સૂચના બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

    તમને જણાવી દઈએ કે, ગત મહિને મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા, જેમાં 3 મહિલાઓનો સમાવેશ હતો. સાથે 33 લોકો ઘાયલ પણ થયા હતા. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ફડણવીશે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ બધા વચ્ચે તેની ઓડિટ રિપોર્ટ પણ સામે આવી, જેમાં બીએમસીની લાપરવાહી સામે આવી હતી. શરૂઆતના રિપોર્ટનું માનીએ તો, આ પુલનું ઓડિટ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું, જ્યારે અંધેરીમાં એક બ્રિજનો બાગ પડ્યો હતો. આ પુલ 1981માં બનાવવામાં આવ્યો હતો, અને ત્યારથી જ બીએમસીના એન્જિનિયરોની જવાબદારી હેઠળ હતો.

    રિપોર્ટ અનુસાર, ઓડિટ બાદ બીએમસીને થોડો સુધારો કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. જો સુધાર ન કરવામાં આવ્યો તો જોખમકારક બ્રિજ પર અવર-જવર રોકી શકતા હતા. બતાવવામાં એવું પમ આવી રહ્યું છે કે, પુલના ગાર્ડર પર કાટ લાગી ગયો હતો, આ કારણથી જ પુલ ધરાશાયી થયો હતો.

    આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસની ભલામણ કરી હતી. મામલામાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 304એ (લાપરવાહીથી મોત) હેઠળ મધ્ય રેલવે અને બીએમસી સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published: