UAEમાં પાકિસ્તાનીઓની આ હરકતોના કારણે તેમની પોતાની એમ્બેસીએ આપી ચેતવણી
પાકિસ્તાની એમ્બેસીએ પોતાના જ નાગરીકોને ચેતાવણી આપી.
UAEમાં પાકિસ્તાનના દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે UAEમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને જાણ કરવામાં આવે છે કે આ દેશમાં સરઘસ અને વિરોધ પ્રદર્શન ગેરકાયદે છે. જે કોઈ આ કાયદાનો ભંગ કરશે તેને પરિણામ ભોગવવા પડી શકે છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પાકિસ્તાનીઓની હરકતોને કારણે તેમના જ દેશના દૂતાવાસે કડક ચેતવણી આપી છે. UAEમાં પાકિસ્તાની દૂતાવાસે તેમના દેશના નાગરિકોને UAEના કાયદાનું કડક પાલન કરવા કહ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
વાસ્તવમાં દુબઈમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ ઈમરાન ખાનના સમર્થનમાં અને શાહબાઝ શરીફ વિરુદ્ધ રેલીઓ કાઢી હતી. યુએઈ, યુકે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો દ્વારા આ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટનમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘરની સામે પ્રદર્શનમાં પીટીઆઈ અને પીએમએલ-એનના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પાકિસ્તાની એમ્બેસીએ ચેતવણીમાં શું લખ્યું?
UAEમાં પાકિસ્તાનના દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે UAEમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને જાણ કરવામાં આવે છે કે આ દેશમાં સરઘસ અને વિરોધ પ્રદર્શન ગેરકાયદેસર છે. જે કોઈ આ કાયદાનો ભંગ કરશે તેને પરિણામ ભોગવવા પડી શકે છે. તેથી, દરેકને સ્થાનિક કાયદાઓનું સખતપણે પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. આ ચેતવણી અંગ્રેજી અને ઉર્દુ બંને ભાષામાં શેર કરવામાં આવી છે.
ઈમરાન ખાનની પાર્ટીએ વિરોધ પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી
ગયા શનિવારે પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ ઈમરાન ખાને રાજીનામું આપી દીધું હતું. આના એક દિવસ પહેલા ઈમરાન ખાને લોકોને સંબોધિત કરતા પોતાના સમર્થકોને રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની અપીલ કરી હતી. જે બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ સમગ્ર પાકિસ્તાન સહિત દુબઈમાં રેલીઓ યોજી હતી. ખુદ ઈમરાન ખાનની પાર્ટીએ ટ્વિટ કરીને દુબઈમાં પ્રદર્શનની પુષ્ટિ કરી હતી.
ઈમરાન ખાને ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, લાહોર અને સમગ્ર પાકિસ્તાન અને લંડન, દુબઈમાં પ્રદર્શનો બાદ પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે દેશના મીર જાફરોની મિલીભગતથી યુએસ સમર્થિત સત્તા પરિવર્તન સામે આટલું સમર્થન અને સહાનુભૂતિ દર્શાવવા બદલ પાકિસ્તાનીઓનો આભાર. આ દર્શાવે છે કે દેશ-વિદેશના પાકિસ્તાનીઓએ આ ફેરબદલને નકારી કાઢ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર