કોટા : કોચિંગ સિટી (Coaching City Kota) તરીકે ઓળખાતા કોટામાં એક મકાન માલિકની સમજદારી અને ચતુરાઇએ તેના ઘરમાં થનાર ચોરી (Theft Incident in Kota) તેની ગેરહાજરીમાં પણ અટકાવી હતી. કોટાનો નિવાસી એક મકાન માલિક જ્યારે ગુજરાતમાં (Gujarat)હતો, ત્યારે તેના ઘરમાં અચાનક ચોર (Theft)ઘૂસી આવ્યા હતા. પરંતુ ચતુર મકાન માલિકને તેના ઘરની બહાર લગાવેલા રિમોટ સિક્યોરિટી સિસ્ટમ (Remote security system) દ્વારા જાણવા મળ્યું કે ઘરમાં ચોર ઘૂસી રહ્યો છે. આથી તેણે પાડોશીને જાણ કરતા પાડોશીએ અવાજ કરી લોકોને એકઠા કરતા ચોર ફરાર થઇ ગયો હતો.
શું છે સમગ્ર ઘટના?
કોટાના આદિત્ય આવાસ કોલોનીમાં સાંજે એક મકાનમાં એક ચોર દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી રહ્યો હતો. મકાન માલિક એસસી અગ્રવાલ તે સમયે ગુજરાતના વડોદરામાં હતા. પરંતુ તેમણે સીસીટીવીની પૂરતી સુવિધા તેના ઘરમાં રાખી હતી. ચોર મકાનમાં ઘૂસતા જ માલિકને એલર્ટની સાથે રીમોટ સિક્યોરિટી સિસ્ટમ દ્વારા સીસીટીવી ફૂટેજ મોબાઇલ પર જોવા મળ્યું હતું.
ચોર ઘૂસવાની જાણ થતા જ મકાન માલિકે તાત્કાલિક પાડોશીને જાણ કરી. પાડોશી જોરશોરથી અવાજ કરતા ચોર ત્યાંથી નાસી છૂટ્યો. ટેક્નોલોજી અને મકાન માલિકની સમજદારીએ એક મોટી ચોરીને અટકાવી દીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઇ શકાય છે કે બંધ ઘરનો લાભ ઉઠાવવા ચોર ચાલાકીથી દિવાલ કૂદીને ઘરમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે.
પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોની માંગ
આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ બજરંગ નગર પોલીસ સ્ટેશન પહોંચીને ચોરીની ફરીયાદ દાખલ કરી હતી. હાલ બોરખેડા પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. આદિત્ય આવાસ વિકાસ સમિતિના અધ્યક્ષ શિવ ચૌધરીએ બોરખેડા પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે કોટા ગુનાઓનું ગઢ બની રહ્યું છે. અહીં ચોરી-લૂંટ સહિત ગંભીર અપરાધો વારંવાર બની રહ્યા છે. કોટાના લોકો ગુનાઓ પર કાબૂ મેળવવા માટે ઘણીવાર પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવા રજૂઆત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર