Home /News /national-international /શું 2025માં અમેરિકા અને ચીન વચ્ચે ભીષણ યુદ્ધ થશે? અમેરિકી જનરલના દાવાથી દુનિયા આખી ચોંકી ગઈ

શું 2025માં અમેરિકા અને ચીન વચ્ચે ભીષણ યુદ્ધ થશે? અમેરિકી જનરલના દાવાથી દુનિયા આખી ચોંકી ગઈ

અમેરિકી અધિકારીએ અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની આગાહી કરી છે. (ફાઇલ ફોટો)

મિન્હાનનું કહેવું છે કે ચૂંટણીના વાતાવરણને કારણે બંને દેશોમાં તણાવ રહેશે. આવી સ્થિતિમાં ચીન પોતાની રણનીતિ પૂરી કરવાની તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. જણાવી દઈએ કે તાઈવાનને લઈને અમેરિકા અને ચીન આમને-સામને છે.

વોશિંગ્ટન: યુએસ એરફોર્સના એક જનરલના દાવાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અધિકારીનું કહેવું છે કે આગામી બે વર્ષમાં અમેરિકા અને ચીન વચ્ચે ભયંકર યુદ્ધ થઈ શકે છે. એનબીસીના અહેવાલ મુજબ, અધિકારીએ આ અંગે એક મેમો પણ મોકલ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. યુદ્ધની શક્યતાઓ વધી રહી છે. એટલું જ નહીં તેમણે સેનાના અધિકારીઓને યુદ્ધની તૈયારી કરવા માટે પણ એલર્ટ કરી દીધા છે.

Wionewsના એક અહેવાલ અનુસાર, યુએસ એરફોર્સના જનરલ માઇક મિન્હાને 27 જાન્યુઆરીએ તેમના અધિકારીઓને એક મેમો મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે આગામી 2 વર્ષમાં વોશિંગ્ટન ચીન સાથે યુદ્ધ કરી શકે છે. મોટા ભાગે તાઇવાનના મુદ્દા પર યુદ્ધ થઈ શકે છે. એટલું જ નહીં તેમણે સેનાને પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા પાસે ખુબ જ ઓછો સમય, 24 કલાકમાં લેવા પડશે આ મહત્ત્વનો નિર્ણય નહીં તો...

એરફોર્સ ઓફિસરે આપ્યું મોટું નિવેદન

Wionewsના જણાવ્યા અનુસાર, આ દાવા સાથે સંબંધિત કેટલાક કથિત દસ્તાવેજો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. આ પછી પેન્ટાગોને પણ આ વાતની પુષ્ટિ કરી છે. મેમોમાં એર મોબિલિટી કમાન્ડના વડા મિન્હાને કહ્યું હતું કે મને આશા છે કે હું ખોટો છું. મારો અંતરાત્મા કહે છે કે આપણે 2025માં યુદ્ધ લડી શકીએ છીએ. રિપોર્ટ અનુસાર, એરફોર્સ જનરલ માઈક મિન્હાનનું કહેવું છે કે 2024માં તાઈવાન અને અમેરિકા બંનેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. તેના કારણે અમેરિકા 'વિચલિત' થઈ જશે. આ કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાઈવાન પર આગળ વધવાની તક મળશે. ચીનની આશંકાને ટાંકીને જનરલે કહ્યું કે સંભવિત યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.

મિન્હાનનું કહેવું છે કે ચૂંટણીના વાતાવરણને કારણે બંને દેશોમાં તણાવ રહેશે. આવી સ્થિતિમાં ચીન પોતાની રણનીતિ પૂરી કરવાની તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. જણાવી દઈએ કે તાઈવાનને લઈને અમેરિકા અને ચીન આમને-સામને છે. ચીનની ધમકી છતાં અમેરિકાના સ્પીકર 2022માં તાઈવાન પહોંચ્યા હતા. તેમની મુલાકાત સામે ચીને ઘણો વાંધો ઉઠાવ્યો હતો.
First published:

Tags: China army, United states of america