કૈમૂરઃ બિહારના (Bihar) કૈમૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ (husband wife fight) સાથે કોઈ વાત ઉપર વિવાદ થતાં તે પિયર જતી રહી હતી. થોડા દિવસ બાદ તે ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન દેવરાઢ કલા પાસે નહેર પાસેથી એક મહિલાની લાશ મળી (woman dead body found) હતી. જેની ઓળખ યોગ્ય રીતે ન થતાં પિયરજનોએ મહિલાની ચપ્પલ, કપડા અને રૂમાલથી તેની ઓળખ કરી હતી.
ત્યારબાદ મૃતક મહિલાના ઘરના લોકોએ સાસરી પક્ષના પતિ, સાસુ, સસરા અને નણંદ, નણદોઈ ઉપર પીયરમાંથી ભગાડી જઈને હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરતી પોલીસને મહિલાના મરવાના કોઈ પુરાવા મળ્યા નહીં. પરંતુ પોલીસને મહિલા જીવતી હોવાના અનેક પુરાવા મળ્યા હતા.
પોલીસે પોતાની તપાસ આગળ વધારતા ફોરેન્સીક રિપોર્ટના આધારે વિવાહિતાને યુપીના સોનભદ્ર જિલ્લામાંથી તેના પ્રેમી સાથે પકડી લીધી હતી. પ્રેમી સંબંધમાં મહિલાનો બનેવી થાય છે. જે પહેલાથી જ પરિણીત છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે મહિલાના પોતાના બનેવી સાથેના પ્રેમ સંબંધો હોવાથી ભાગી જઈને બંનેએ લગ્ન કરી લીધા હતા.
બંનેને બે વર્ષનું બાળક પણ છે. તેના પ્રેમીને પહેલી પત્નીથી પણ બે બાળકો હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્ન કુદરા પોલીસના દેવરાઢ કલામાં થઈ હતી. અને તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો.
જ્યારે તે પિયર ગઈ તો સંબંધમાં બનેવી સાથે પ્રેમ થયો હતો. અને પછી બંને લોકો ભાગી ગયા હતા. હવે મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે અને તેને બે વર્ષનો પુત્ર પણ છે.
આ મામલે મહિલાની માતાનું કહેવું છે કે કુદરા પોલીસ સ્ટેશન બસહી નહર પાસે 2018માં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેના ચપ્પલ અને રુમાલથી ઓળખ થઈ હતી. અને તેમના સંસ્કાર કરી દીધી હતી. જોકે, પોલીસે તેને પકતા અમે બધા ચોંકી ગયા હતા. (તસવીરઃ- આજતક)
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર