શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 23, 2020, 5:48 PM IST
શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક

મહિલા હોમગાર્ડે કહ્યું હતું કે તે ઘરે એકલી છે આજ રાત્રે તેની સાથે ઊંઘી જાય. જ્યારે યુવતી તેના ઘરે પહોંચી તો વીજળી ન હતી.

  • Share this:
અંબિકાપુરઃ અત્યારે હાથરસ દુષ્કર્મના પડઘા શાંત થયા નથી ત્યાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની ગઈ છે. આવી સ્થિતિમાં વધુ એક શરમજનક ઘટના છત્તીસગઢમાં (Chhattisgarh) બની હતી. અહીં એક મહિલા હોમગાર્ડે (lady Homeguard) પડોશમાં રહેનારી યુવતીને દગાથી પોતાના ઘરમાં ઊંઘવા માટે બોલાવી હતી. જ્યાં તેના પતિએ યુવતી ઉપર દુષ્કર્મ (Husband raped on Neighbor girl) આચર્યું હતું. શર્મસાર કરનારી આ ઘટના છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં ઘટી હતી.

હોમગાર્ડ અને તેના પતિની ધરપકડ
યુવતીએ આ અંગે પોલીસમાં હોમગાર્ડ મહિલા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસે મહિલા હોમગાર્ડ અને તેના પતિની ધરપકડ કરી હતી. બીજી તરફ મહિલા હોમગાર્ડ સામે વિભાગીય કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી રહી છે.

ઘરમાં એકલી હોવાનું કહીને ઘરે સુવા માટે યુવતીને બોલાવી હતી
આરોપી મહિલા હોમગાર્ડે 20 ઓક્ટોબરે રાત્રે પોતાની પડોશમાં રહેતી યુવતીને પોતાના ઘરે ઊંઘવા માટે કહીને ઘરે બોલાવી હતી. મહિલા હોમગાર્ડે કહ્યું હતું કે તે ઘરે એકલી છે આજ રાત્રે તેની સાથે ઊંઘી જાય. જ્યારે યુવતી તેના ઘરે પહોંચી તો વીજળી ન હતી.

 આ પણ વાંચોઃ-સુરતઃ બંધ ટ્યૂશન ક્લાસમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, સંચાલક સહિત 7 'શકુની' ઝડપાયાઅંધારામાં જ પતિએ પત્ની સામે જ યુવતીને ખેંચી લીધી અને દુષ્કર્મ આચર્યું
ત્યારે યુવતીએ મહિલા હોમગાર્ડને આ અંગે પૂછ્યું તો મહિલાએ જવાબમાં કહ્યું કે વીજળી ગુલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ મહિલાના પતિએ પત્ની સામે જ યુવતીને ખેંચી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરી લીધું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે રીઢો ચોર જીતુ પટેલને પકડ્યો, lockdownમાં બેકાર બનતા ચોરીના રવાડે ચડ્યો

આ પણ વાંચોઃ-જામનગરઃ દિવાળી પહેલા જ બૂટલેગરોના પ્લાન ઉપર પોલીસે પાણી ફેર્યું, 141 પેટી ઇંગ્લિશ દારુ જપ્ત, માથાભારે ટકો ખફી નામ ખુલ્યું

રડતી રડતી યુવતી પોલીસ પાસે પહોંચી
રડતી રડતી યુવતી મણિપુર ચોકી પહોંચી જ્યાં તેણે મહિલા હોમગાર્ડ અને તેના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહિલા હોમગાર્ડ અને તેના પતિની ધરપકડ કરીને આઈપીસી ધારા 376, 342, 354 અને 506 અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસે બંનને કોર્ટમાં રજૂ કરીને તેમને જેલ ભેગા કરી દીધા છે.ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી ઉપર ગેંગરેપની ઘટના
ઉલ્લેખનયી છે કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ એક કરુણ અને શર્મસાર કરતી ઘટના બની હતી. અહીં 19 વર્ષીય દલિત યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી લીધી હતી અને તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, યુવતીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટના બાદ અનેક રાજકીય પક્ષો મેદાનમાં કૂદી પડ્યા હતા. જોકે, અત્યારે સીબીઆઈ આ ઘટનાની તપાસ કરી રહી છે. અને આરોપીઓ જેલના સળિયા પાછળ છે.
Published by: ankit patel
First published: October 23, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading