Home /News /national-international /વાયરલ વીડિયો: ગેટ ખોલવામાં મોડું થતાં મહિલાએ ગાર્ડ્સને ભાંડી ગાળો, પોલીસે કરી ધરપકડ

વાયરલ વીડિયો: ગેટ ખોલવામાં મોડું થતાં મહિલાએ ગાર્ડ્સને ભાંડી ગાળો, પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે એક્શનમાં આવી છે

વાયરલ વીડિયોમાં મહિલા માત્ર ગાળો જ નથી આપી રહી, પરંતુ એક ગાર્ડનું કોલર પકડીને તેને ઘસેડતી પણ જોવા મળી રહી છે.

    નોઇડા: ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં શ્રીકાંત ત્યાગી દ્વારા એક મહિલા સાથે અભદ્રતાનો મામલો હજુ શાંત થયો નથી અને ફરી એક એવો જ મામલો સેક્ટર 128ની જેપી સોસાયટીમાં સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ગાર્ડ્સ સાથે અભદ્રતા અને મારામારી કરતી નજરે પડી. વાયરલ વીડિયોમાં મહિલા માત્ર ગાળો જ નથી આપી રહી, પરંતુ એક ગાર્ડનું કોલર પકડીને તેને ઘસેડતી પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે એક્શનમાં આવી છે અને આ મહિલાની પકડી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

    ગાર્ડ્સને ગાંળો ભાંડી

    મહત્વની છે કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભાવ્યા રાય નામની મહિલા ત્રણ ગાર્ડ્સને ગાળો ભાંડતી નજરે પડી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, ગેટ ખોલવામાં મોડું થતાં તે ગુસ્સે ભરાઇ હતી અને ગાર્ડ્સને ગાંળો આપવા લાગી હતી. આટલું જ નહીં, એક ગાર્ડનું કોલર પકડીને તેને ખેંચતી નજરે પડી હતી. ઉપરાંત બિહારીઓને લઇને પણ અપશબ્દ બોલી રહી છે.
    " isDesktop="true" id="1241264" >
    આ પણ વાંચો: ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતની કરવામાં આવી ધરપકડ, જાણો કેમ

    વાયરલ વીડિયા બાદ પોલીસ એક્શનમાં આવી

    આ વીડિયો વાયરલ થતાં નોઇડા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદ દાખલ કરીને આરોપી મહિલા ભાવ્યા રાયને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે પૂછપરછ બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હવે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી આરોપીને જેલ મોકલવાની તૈયારી છે. નોંધનીય છે કે, સમગ્ર મામલો 20 ઓગસ્ટનો છે. વીડિયો પણ શનિવારે જ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને મહિલાને ઝડપી લીધી હતી. મળતી માહિતી અનુસાર, શાંતિ ભંગ ઉપરાંત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

    નશામાં હતી મહિલા

    મળતી માહિતી અનુસાર, આરોપી મહિલા નશમાં હતી. તે માત્ર ગાર્ડ્સને ગાળો જ નહોતી ભાંડી રહી, પરંતુ બિહારના લોકો વિરુદ્ધ ભદ્દી ટિપ્પણી કરતી પણ નજરે પડી રહી છે. મહિલાના આ વર્તન વિરુદ્ધ સોસાયટીના લોકોમાં પણ રોષ છે. આટલું જ નહીં, મહિલા પોલીસની ગાડીમાં નહીં, પરંતુ પોતાની ગાડીમાં પોલીસ સ્ટેશન પહોંચી જે અંગે પણ સવાલો થઇ રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, આરોપી મહિલા વ્યવસાયે વકીલ છે. જ્યારે પોલીસે તેની ગાડી પણ કબ્જે લીધી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, Trending news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन