પેઈન્ટર પતિની શરમજનક હરકતથી કંટાળી પત્નીએ લગાવી ફાંસી, 3 પેજની સુસાઈડ નોટમાં સનસનીખેજ ખુલાસા

News18 Gujarati
Updated: March 6, 2020, 6:55 PM IST
પેઈન્ટર પતિની શરમજનક હરકતથી કંટાળી પત્નીએ લગાવી ફાંસી, 3 પેજની સુસાઈડ નોટમાં સનસનીખેજ ખુલાસા
પ્રતિકાત્મક તસવીર

પતિ મિત્રોને ઘરે બોલાવી તેમની સાથે ઊંઘવા મજબૂર કરતો હતો, રોજ માર મારતો હતો, સાસુ-નણંદ અને પતિ વિરુદ્ધ ફરિયાદ

  • Share this:
બેંગ્લોર: 26 વર્ષીય મહિલાએ પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. આ આપઘાત પાછળનું કારણ એ હતું કે, તેનો પતિ તેની પાસે પૈસા માંગ્યા કરતો હતો અને પોતાના મિત્રોને ઘરે બોલાવી તેમની સાથે ઊંઘવા મજબૂર કરતો હતો.

પોતાના પતિની આવી હરકતોના કારણે કંટાળેલી પત્ની પોતાના બાળકો સાથે અલગ રહેવા લાગી હતી. પરંતુ તો પણ પતિ તેને હેરાન પરેશાન કરવાનું છોડતો ન હતો, જેથી તેણે અંતે આત્મહત્યાનું પગલું ભર્યું. 3 પેજ ભરેલી લાંબી સુસાઈડ નોટમાં તેને આ સનસનીખેજ ખુલાસો કર્યો. સુબ્રહ્મણ્યમનગર પોલીસે આ સંબંધમાં કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પતિ અને સાસુ વિરુદ્ધ કેસ નોંધાયો

પીડિતાની ઓળખ નંદીની તરીકે થઈ છે, જે માલાવલીના ગોડાનાપાલ્યાની રહેવાસી છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલાએ બુધવાર રાત્રે જ ફાંસી લગાવી દીધી હતી. અને આ મામલો ગુરૂવારે પ્રકાશમાં આવ્યો. પીડિતાનો પતિ રાજુ જે વ્યવસાયે પેઈન્ટર છે તેની વિરુદ્ધ પોલીસે મામલો નોંધી લીધો છે.

ત્રણ આરોપી ફરાર

સુસાઈડ નોટમાં રાજુની મા અને તેની નાની બહેનનું નામ પણ છે. પોલીસ અનુસાર, આ તમામ લોકો ફરાર છે. પીડિતાના માતા-પિતાને જ્યારે દીકરીના મોતના સમાચાર મળ્યા તો તે બેંગ્લોર આવ્યા, ત્યારબાદ દીકરીના બાળકોને પોતાની સાથે લઈ ગયા, જેથી તેમની દેખભાળ કરી શકે.6 વર્ષ પહેલા લગન થયા હતા

નંદીની અને રાજુના લગન 6 વર્ષ પહેલા થયા હતા. રાજુ તેને મંદિરે લઈ ગયો હતો, અને બંનેના પરિવારની હાજરીમાં જ લગન કર્યા હતા. રિપોર્ટ અનુસાર, લગન બાદ રાજુ દારૂની લતમાં ડુબેલો રહેતો હતો અને પૈસા માટે પત્ની સાથે મારપીટ કરતો હતો.
First published: March 6, 2020, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading